તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડેલી ખાતે કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો રેલી નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વન વિભાગ છોટાઉદેપુર અને બોડેલીની શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને બોડેલીના વન વિભાગના આરએફઓ મંગુભાઈ બારીયા દ્વારા કરૂણા અભિયાન 2019 અંતર્ગત ઉત્તરાયણમાં પક્ષીઓનો પતંગ દોરીથી બચાવ થાય માટે લોક જાગૃતિ અભિયાન અંતર્ગત પક્ષી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવો બેનર તથા સૂત્રોચ્ચાર કરી પક્ષી બચાવોનો સંદેશો આપવામાં આવ્યો હતો. વન વિભાગ ડીએસએફ પંડ્યા, બોડેવી રેન્જના આરએફઓ મંગુભાઈ બારીયા, શાળાના આચાર્ય જે.આર.શાહ, શાળા સ્ટાફ, શાળાના બાળકો સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં કરૂણા અભિયાન રેલીમાં જોડાયા હતા. શાળાના આચાર્ય તથા વન વિભાગના અધિકારીઓ દ્વારા પક્ષી બચાવોની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. રેલી બોડેલી નગરના રાજમાર્ગો પરથી નીકળી હતી.

બોડેલીની શેઠ એચ એચ શિરોલાવાલા હાઈસ્કૂલના બાળકો દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિગ્વિજયસિંહ રણા

અન્ય સમાચારો પણ છે...