તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડુ નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડુ નજીક ટેન્કર અને ટ્રક વચ્ચે

કેમિકલ ભરેલ ટેન્કર અંધારીપુરા વડું કેનાલ પાસે સામસામે અથડાઈ ગઈ હતી. જેમાં બંને વાહનના આગળના ભાગના ફુરચા ફુરચા ઉડી ગયા હતા.કેબિનોમાં બેઠેલા ડ્રાઇવરને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં ટેન્કરના ચાલકને ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. આ બનાવ પગલે બંને બાજુનો રોડ પર ટ્રાફિક જામ થઇ જતા વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. વડુ પોલીસ સ્થળ ઉપર પહોચી ગુનો નોંધી તપાસ શરૂ કરી પરંતુ ટ્રાફિક જામ યથાવત રહેતા કલાકો સુધી લાંબી કતારો યથાવત રહેવા પામી હતી. જેથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આમ પાદરા જંબુસર રોડના અકસ્માત ઝોનમાંથી તાલુકાની પ્રજાને ક્યારે મુક્તિ અપાવશે સરકાર તે જોવાનું રહેશે.

ડભોઇની ઝોહરાપાર્ક સોસાયટીની ચોરીના ચુનીલાલ પાર્ક સોસાયટીમાં થયેલ ચોરીઓ પણ આજ આરોપીઓએ કરી હોવાની વાત સાથે વધુ રીમાન્ડની માંગણી કરતા બચાવ પક્ષના વકિલ જે.વાય.પઠાણ દ્વારા ધારદાર દલીલો કરતા રીમાન્ડ નામંજુર થયા હતાં. પરંતુ મુખ્ય આરોપી ઇબ્રાહીમ ઉર્ફે એ.ટી.એમ. તાહેરવાલાએ ડભોઇ ફસ્ટ કોર્ટના જજ બારડ સામે પોલીસે રીમાન્ડ દરમ્યાન માનવતાને નેવે મુકીને અમાનુષી અત્યાચાર સાથે એકરીતે આતંક ગુજાર્યો હોવાનું જણાવી ડામ આપવા, પકડથી નખ ખેંચવા, રાત્રીમાં ઉંઘવા ન દઈ નાકમાં સળી કરી, હાથ ઉંચા રખાવા સાથે ઢોર માર મારવા સહીતની વિગતવાર સણસણતી ફરીયાદો કરતા મેજિસ્ટ્રેટ બારડ લાલઘુમ થઈ ગયા હતાં. અને મુખ્ય આરોપીની બંધ બારણે વિડીયો ગ્રાફી સાથે ફરીયાદ લીધી હોવાનું જાણવા મળેલ છે. જેથી ડભોઇ પી.આઇ.જે.એમ.વાઘેલા સહીત પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જો કે નગરજનોમાં પોલીસના અત્યાચારને લઈ પોલીસ સામે નફરત જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો