તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગોદરા પાસે કારમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાવળા તાલુકાનાં બગોદરા ટોલનાકા પાસેથી એક ગાડીમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ગાડી ચાલકને જીલ્લા ગ્રામ્યની સ્પેશિયલ સ્કોર્ડએ પકડી પાડી તેની વિરૂદ્ધ બગોદરા પોલીસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સ્પેશિયલ સ્કોર્ડના પી.એસ.આઈ.જે.ડી.દેવડા ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે બગોદરા હાઇવે રોડ ઉપરથી એક સફેદ કલરની કારનો ચાલક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થવાનો છે જે બાતમી મુજબની ગાડી નીકળતાં તેને ઉભી રખાવવા હાથ ઉંચો કરતાં તેણે ગાડી ઉભી નહીં રાખતાં ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરીને બગોદરા ટોલનાકા પાસેથી પકડી પાડી હતી.ગાડીમાં તપાસ કરતાં વિદેશી દારૂની 241બોટલો જેની કિમત 141800 રૂપીયા, બીયરનાં ટીન 48 નંગ જેની કિમત 4800 રૂપીયા,500 રૂપીયાનો એક મોબાઇલ અને 600000 રૂપીયાની ગાડી મળી આવ્યા હતાં.

જેથી વિદેશી દારૂનો જથ્થો તથા ગાડી મળી કુલ 747100 રૂપીયાનો મુદામાલ કબ્જે કરીને ગાડી ચાલક ઉપેન્દ્ર ઈશ્વરભાઇ પ્રજાપતી, રહેવાસી, અનમોલ એપાર્ટમેન્ટ, પામ હોટલ પાસે,નિકોલ,અમદાવાદને પકડી પાડી જેલનાં સળીયા પાછળ ધકેલી દઈ તેની વિરૂઘ્ઘ બગોદરા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કારને રોકી તેમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.તસવીર-ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો