તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંડારી ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

NMMS પરીક્ષામાં મેરિટ મળતાં શાળાનું ગૌરવ

લીમખેડા.સ્ટેટ એકઝામીનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી એન એમ એમ એસ ની પરીક્ષામાં લીમખેડા તાલુકા શાળાના વિદ્યાર્થી દેવાંગ ભાવેશપ્રસાદ પ્રજાપતિ,કીશ ધર્મેન્દ્રકુમાર પ્રજાપતિ, તક્ષી વરસિંગભાઇ સંગાડા અને ભુમિકાબેન રમણભાઇ પ્રજાપતિએ મેરિટમાં સ્થાન મેળવતા લીમખેડા તાલુકા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

કાલોલ પાલિકા ખાતે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા ઉકાળાનું વિતરણ

દાહોદના રેલવે કારખાનામાં કાઢાનું વિતરણ

લીમડીમાં ઉકાળા-આર્સેનિક આલ્બ 30નું વિતરણ

ઝાલોદ ડેપોમાં 300 માસ્કનું વિતરણ કરાયું

ક્રિકેટ ટૂર્નામેન્ટમાં નાનાઆંબલિયા ટીમ ચેમ્પિયન

ફતેપુરામાં દશા માતાના વ્રતની ઉજવણી કરાઇ

શહેરામાં ગુલાબશાહ બાબાનો 15મો ઉર્સ મુબારક ધૂમધામથી ઉજવાયો


દુધિયા નગરમાં નાની બાઇ કા માંયરા ત્રિદિવસીય વ્યાખ્યાનનું આયોજન

_photocaption_કંડારી ગામે કોરોંના વાઈરસને લઈને આયુર્વેદિક ઉકળતાનું વિતરણ કર્યું હતું. આયુષ વિભાગ તથા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ દવાખાના, કંડારીના મે.ઓ. વૈધ પ્રિયંકા પંડ્યા દ્વારા કંડારી ખાતે તથા નજીકના ગામોમાં કોરોના વાઇરસ જેવા સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારે એવા અમૃતપેય ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. *photocaption*

કાલોલ નગરપાલિકા ખાતે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે ઉકાળાનું વિતરણ કરાયું જેમાં કાલોલ નગરપાલિકાના પ્રમુખ કિરીટભાઈ, જિલ્લાના ઉપ પ્રમુખ યોગેશભાઈ પંડ્યા, માજી પ્રમુખ હરેશભાઇ ખૂબ જ ઉત્સાહી એવી નગર સેવિકા જોસનાબેન બેલદાર અને શેફાલી બેન ઉપાધ્યાય દ્વારા ઉકાળાનું વિતરણ કરવામાં અાવ્યુ હતુ જેનો મોટી સંખ્યામાં નગરજનોઅે લાભ લીધો હતો

દાહોદ.દાહોદ શહેરના રેલવે કારખાનામાં વેર્સ્ટન રેલવે ભારત સ્કાઉટ એન્ડ ગાઇડના સભ્યો દ્વારા રેલવે કર્મચારીઓને રોગપ્રતિકારક શક્તિ વધારાતા અમૃતપેય કાઢાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ રાજ્યની આયુષ કચેરીના નિયામક તેમજ દાહોદના જિલ્લા આર્યુવેદ અધિકારી ના માર્ગદર્શનમાં આ આયોજન કરવામાં આવ્યુ હતું.ગુરુવારે 1600 રેલવે કર્મચારીઓ દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો હતો. સતત એક સપ્તાહ સુધી આ આયોજન ચાલશે તેવું જાણવા મળ્યું છે.

દાહોદ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક આયુષ કચેરી -ગાંધીનગરની પ્રેરણાથી તેમજ જિલ્લા આયુર્વેદ અધીકારીના માર્ગદર્શન હેઠળ સરકારી મુક્તિ રંજન આયુર્વેદિક હોસ્પિટલ લીમડી તથા પ્રકૃતિ મિત્ર મંડળ, લીમડીના સોજન્યથી 19માર્ચના રોજ બેંક ઓફ બરોડા નીચે, સુભાષ ચોક લીમડીમાં ઋતુજન્ય રોગોથી રક્ષણ માટે “”અમૃતપેય”” ઉકાળાનો લાભ 700 લોકોએ લીધો હતો. આ સાથે હોમીયોપેથીક આર્સેનિક આલ્બ 30નું 300 જેટલા લોકોએ સેવન કર્યુ હતું.

ઝાલોદ. હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના વાઇરસ ન વકરે તે માટે સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે જાગૃતિ અભિયાન સાથે ઉકાળા અને માસ્ક વિતરણ કરવામાં આવી રહ્યા છે.બુધવારના દિવસે ઝાલોદ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રી ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ પટેલ દ્વારા માનવતા દાખવીને કોરોના વાઇરસથી રક્ષણ મેળવવા માટે ૩૦૦ માસ્કનું વિતરણ આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડેપો મેનેજર રાજુભાઈ વસૈયા સહીત મોટી સંખ્યામાં કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લીમખેડા. સિંગવડ તાલુકા ગ્રામ્ય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડો.સચિન સંગાડા તથા ચિંતન ભાભોર દ્વારા કર્યું હતું.જેમાં સિંગવડ તાલુકાની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો.સ્પર્ધામાં રાહુલ બારીયાના નેતૃત્વ હેઠળ નાના આંબલીયા ટીમના કેપ્ટન રવિ બારીયાની ટીમ ફાઇનલમાં વિજેતા થતાં ચેમ્પિયન બની હતી. નાના આંબલીયા ટીમના રવિ પ્રિતેશ મયુર હિતેશ શૈલેષ જીતેન્દ્ર પરેશ વિકેશ નિલેશ અંકિત અશોક વિગેરેએ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ટીમને ચેમ્પિયન બનાવી હતી.

ફતેપુરા. ફતેપુરામાં દશા માતાના વ્રતને લઇને નગરની મહિલાઓ દ્વારા વહેલી સવારથી લઈને દિવસ દરમિયાન દશામાતા વ્રતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરની મહિલાઓએ સુતરના દોરાની દશ ગાંઠો વાળી દોરાને પીળી હળદરમા ચોળી સુતરના દોરાથી પીપળના વૃક્ષના 108 ફેરા ફરી પુજા અર્ચના કરી ઉપવાસ કરી શ્રધ્ધાભેર વ્રતની ઉજવણી કરી હતી.

શહેરાના ચોકીયા ફળીયામાં આવેલા ગુલાબશાહ બાબાનો 15મો ઉર્સ મુબારક યોજવામાં આવ્યો હતો. જેની મોઈનુદ્દીન રિફાઇ કમિટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. આ જુલુસ શહેરાના વિવિધ વિસ્તારમાં થઈને પરત ગુલાબશાહ બાબાના આસ્થાને જુલુસ પોહ્ચ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યાર પછી નિયાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અને રાત્રે ઈશાની નમાઝ પછી રફાઈનો પ્રોગ્રામનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ.

લીમખેડા. લીમખેડાના દુધિયા નગરમાં કિશનલાલ હીરાલાલ શાહ (માંહેશ્વરી) પરિવાર દ્વારા નાની બાઈ કા માયરા ત્રિદિવસીય વ્યાખ્યાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના બેટમાં સ્થિત લોકેશાનંદજી શાસ્ત્રીજીના મુખારવિંદે ભક્તિમય ભાવ મધુર ઓજસવી વાણીથી વ્યાખ્યાન કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. દુધિયા તથા આજુબાજુના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહી વ્યાખ્યાન કથાનો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...