તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહીસાગર જિલ્લામાં કોરોનાથી બચવા આયુર્વેદિક અમૃતપેયનું વિતરણ કરવામાં આવ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહીસાગર મથક લુણાવાડા ખાતે જિલ્લા પોલીસ, તથાતા ફાઉન્ડેશન અને નિયામક આયુષની કચેરી, ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ મહીસાગરના સંયુક્ત ઉપક્રમે લુણેશ્વર પોલીસ ચોકી ખાતે નગરજનો માટે સિઝનલ ફ્લૂથી બચવા આયુર્વેદિક અમૃતપેયનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યું કે પોલીસ પ્રજાનો સેતુ બનીને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ ઋતુ સંધિકાળમાં સ્વાસ્થ્ય રક્ષા માટે લોકો માટે આરોગ્યપ્રદ રહેશે. આયુર્વેદિક અમૃતપેયનું વિતરણ તથાતા ફાઉન્ડેશનના પ્રમુખ નરેશ દેસાઇ, પંતજલી યોગ સમિતિના સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...