તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીસાવાડા ગામે કોરોના સામે લડત આપવા જાગૃતી શીબીર યોજાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોળકા ભાસ્કર | હઠીલા વાયરસ સામે પગલા લેવા દેશ તથા રાજ્યનુ આરોગય તંત્ર ખભેથી ખભો મીલાવીને ઉભુ છે તેવામાં કેટલીક સામાજીક સંસ્થાઓ પણ આ રોગ વિષેની વિસ્તૃત માહિતી તથા તેનાથી બચવા કેવા કેવા ઉપાયો કરવા અને શું સાવધાની રાખવી તેની સમજ આપી રહી છે જેમાં કૃષિક્ષેત્રે અવ્વલ સ્થાન ધરાવતી FMC કંપની દ્વારા હાલ ધોળકા તાલુકામા કંપનીના માર્કેટીંગની ટીમે એક નવતર પ્રયોગ કર્યો છે જેમા કંપની ખેડૂતો પાસે કૃષી સલાહ માટે ખેડૂતોના ઘર અને પાક નિરિક્ષણ માટે ખેતરે જતી હોય છે જેમા આજરોજ ધોળકા તાલુકાના પીસાવાડા ગામે યોજાયેલ કૃષિ શિબિરમાં કોરોના વાયરસ સામે લડત આપવા અને તેનાથી બચવા કરાતા ઉપાયો વિશે કંપનીના માર્કેટીંગ મેનેજર વૈભવ દવે સહિત ની ટીમે સમજણ આપી હતી સાથે સાથે ઉપસ્થિત ખેડૂતો ને રક્ષણ માટે માસ્ક આપીને કોરોના સામે સુરક્ષા માટેના પાઠ ભણાવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...