તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરથમપુરા ગામે પરિણીતાને બદઇરાદાથી ખેંચવાનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવલી તાલુકાના પરથમપુરા ગામે રહેતી 28 વર્ષીય પરિણિતાને પોતાની સાથે સબંધ રાખવાનું કહીને બદદાનત રાખીને છેડતી કરવાનો પ્રયાસ કરતા અને જાતિવાચક શબ્દો બોલી ટોળું થઇ મહિલાના મકાન પર પથ્થરમારો કરી હુમલો કરવાના પ્રકરણમાં આઠથી દસ ઇસમો વિરુદ્ધ સાવલી પોલીસ મથકે એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સાવલી તાલુકાના પરથમપુરા ગામે રહેતી 28 વર્ષીય પરિણિતા છેલ્લા એક માસથી પોતાના પિયરમાં રહેવા આવી હતી. તેવામાં વણકરવાસમાં આવેલી કરીયાણાની દુકાન પર ઘરનો સરસામાન લેવા ગઇ હતી ત્યારે દુકાન નજીક ધરમજીયાપુરા ગામના નજીરભાઇ અવારનવાર મળતો હતો અને ખરાબ નજરથી જોતો હતો. તેવામાં તા.13-12-2019ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે દુકાને ગઇ હતી. ત્યારે ગલ્લાની નજીક ખેંચીને અંધારાનો લાભ લઇને બદઇરાદાથી ખેંચીને બાથ ભરીને છેડતી કરવાનો પ્રયાસ કરેલો અને જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરીને ડ્રેસ ખેંચેલો અને અનુસંધાન પાન નં.2

અન્ય સમાચારો પણ છે...