તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ATMના કાર્ડ ધારકો પાસે પ્રાઇવેટ સ્નેપ મશીન દ્વારા10થી 30 ટકાની વસૂલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ તાલુકાનું રામેસરા ગામ પંચમહાલ અને વડોદરા જિલ્લાના ની બોર્ડર પર આવેલું હોય આસપાસના ગામડાઓનું મુખ્ય મથક છે. પેસા મેળવવા ગામમાં એક જ બેંક ઓફ બરોડા શાખાનું એટીએમ મુખ્યત્વે બંધ જ હોય છે. હાલ પણ એક મહિનાથી એટીએમ બંધ હાલતમાં છે અને કેસ નથીનું પાટયું મારી દેવામાં આવ્યું છે.

તો બીજી તરફ ગામના કેટલાક તકસાધુઓ એટીએમ સેવા બંધ હોવાનો ગેરલાભ ઉઠાવી લાખોનો કાળો કારોબાર કરી રહ્યા હોવાની સનસનીખેજ વિગતો પ્રકાશમાં આવી છે. કેટલાક પોતાના પ્રાઇવેટ બેંક ખાતાના સ્નેપ મશિનમાં ગ્રાહકનું એટીએમ કાર્ડ સ્નેપ કરી રોકડા રૂપિયા આપી 10 થી 30 ટકા વ્યાજ ની વસુલી કરી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. આમ બેંક સત્તાધીશોની ઉદાસીનતાને લઈ પંથકમાં તરેહ તરહના સવાલોએ સ્થાન લીધું છે. ખાસ કરીને આસપાસ ગામોમાં રહેતા અને નજીકની કંપનીઓ કામ કરતા કામદારોનો પગાર મહિનાની એક થી દસ તારીખમાં જમા થતો હોય તેવા સમયમાં ખાસ કરીને એટીએમ બંધ રહેતું હોવાનું જાણવા મળેલ છે.

ATM 1 મહિના ઉપરાંતથી બંધ હાલતમાં
 અમારા ગામનું એટીએમ એક મહિના ઉપરાંતથી બંધ છે નોટબંધી વખતથી આવું ચાલે છે. લોકોને મજબૂરીમાં ખાનગી દુકાનદારો પાસે પોતાનું એટીએમ કાર્ડ ઘસાવી રોકડ સામે વટાવ આપવો પડે છે કાતો રૂપિયા લેવા હાલોલ આવું પડે છે. જેમાં સો રૂપિયાનું બાઈકમાં પેટ્રોલ થાય છે અને બે કલાક સમયનો બગાડ થાય છે વહેલી તકે આનો નિકાલ આવો જોઈએ. ઉદેસિંહ પરમાર, સ્થાનિક રહીશ, રામેસરા

અન્ય સમાચારો પણ છે...