પાવાગઢ ખાતે આસો નવરાત્રી માટે તંત્રે સુરક્ષા સહિતની સુવિધાઓ માટેની તૈયારીઓ શરૂ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી 29 સપ્ટેમ્બર થી આસો નવરાત્રીનો આરંભ થતા યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતાજીના ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડશે જેને લઈ વહીવટ તંત્ર સજ્જ બની આવનાર યાત્રિકો દર્શનાર્થીઓ ને કોઈપણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે આખરી ઓપ આપી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે મા કાળીકા ના ભક્તો માતાજીના દર્શન કરવા ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, આઠમ, પૂનમ તેમજ શનિ - રવિવારની રજામાં મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે 29 સપ્ટેમ્બરને રવિવારના રોજ થી આસો નવરાત્રી નો આરંભ થવા જઈ રહ્યો છે આસો નવરાત્રી એટલે આધશક્તિ માં જગદંબા ની આરાધના ઉપાસના કરવાનો પર્વ માતાજીના ભક્તો પોતાની કુળદેવી ના દર્શન કરવા વર્ષમાં એક વખત અચુક આવતા હોય છે જેથી માતાજીના ભક્તો દર્શન કરવા ચૈત્રી અથવા આસો નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં આવતા હોય છે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડતા હોય વહીવટીતંત્ર પણ નવરાત્રી દરમિયાન સજ્જ બની યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેવી તકેદારીના પગલાં ભરતા હોય છે

પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા આસો નવરાત્રી દરમિયાન તારીખ ૨૯ સપ્ટેમ્બરથી માતાજીના દર્શન વહેલી સવારના 4 વાગે ખુલ્લા મુકશે જે મોડી રાત્રે 9:00 વાગે દર્શન બંધ થશે ઉપરાંત મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તો ને શાંતિ પૂર્વક દર્શન થાય ...અનુસંધાન પાના નં.2

પાવાગઢ માતાજીના મંદિરના દર્શનનો સમય
યાત્રાધામ પાવાગઢ ખાતેના માતાજીના મંદિરમાં આસો નવરાત્રીની શરૂઆત 29 સપ્ટેબર એકમ થી 13 ઓકટોબર પૂનમ સુધી શ્રી કાલિકા માતાજી મંદીર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન મંદીર 29 સપ્ટેબરથી રોજ સવારે 4 વાગે દર્શન કરવા ખુલશે અને રાત્રે 9 વાગે મંદીર બંધ કરશે.

અન્ય સમાચારો પણ છે...