તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડીમાં પ્લાસ્ટિકના ડસ્ટબિન રાત્રે કોઈ સળગાવી તાપણું કરી ગયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી જૂથ ગ્રામ પંચાયતના 12 વોર્ડ આવેલ છે મોટા વિસ્તાર ધરાવતું ગામ હોય નસવાડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ અલગ અલગ વિસ્તારમાં મોટી કચરા પેટીઓ કચરો નાખવા મુકેલ છે. જેમાંની એક કચરા પેટી નસવાડીના સરકાર ફળીયા ચાર રસ્તા વિસ્તારમાં મુકેલ હોય જેમાં રહેણાંક મકાનથી લઈ દુકાનદારો કચરો નાખતા હતાં. જે કચરો ગ્રામ પંચાયતના આવતા ટ્રેકટરમાં લઈ જવાતો હતો. બે દિવસથી ઠંડીનું જોર વધતા નસવાડી ચાર રસ્તા વિસ્તારમાં આવેલ કચરા પેટીને રાત્રી દરમ્યાન આસામાજિક તત્વોએ સળગાવેલ હતી અને જે કચરા પેટીનું તાપણું કરી પ્લાયન બન્યા હતાં. નસવાડી પંચાયત દ્વારા ગ્રામજનોની સુવિધા માટે મુકેલ કચરા પેટીને જો આશામજીક તત્વો સળગાવી નાખતા હોય તે કેટલું યોગ્ય કોણે આ કચરા પેટી સળગાવી તે તપાસ હાથ ધરી આવા તત્વો સામે નસવાડી ગ્રામ પંચાયત લાલઆંખ કરી નિયમ મુજબની પોલીસ ફરીયાદ કરે તેવી આમ જનતાની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...