લાડપુર મુ. પ્રા.શાળાના ધોરણ 3થી 8ના બાળકોનો કચ્છ દર્શનનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લીમખેડા તાલુકાની લાડપુર મુખ્ય જેતપુર (દુ) પ્રા.શાળાના ધોરણ ૩ થી ૮ ના ૭૬ બાળકોનો શૈક્ષણિક વિકાસ હેતુ કચ્છના વિવિધ પર્યટક સ્થળોની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ સ્થળોની મુલાકાત લઈને બાળકોને જીવન ઉપયોગી જ્ઞાન તથા શૈક્ષણિક કારકિર્દી માટે પ્રત્યેક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાળા ડુંગર ઉપર સનસેટ પોઇન્ટ તથા પરત ફરતા ચુંબકીય ક્ષેત્ર વિશે માહિતી
આપવામાં આવી હતી.આ પ્રવાસના આયોજન દ્વારા બાળકોને મુક્ત મને પોતાના વિચારો અભિવ્યક્તિ કરવાનો તથા શાળા પરિવાર અને શિક્ષણ સાથે ઘનિષ્ઠ આત્મિયતાનો ભાવ પ્રગટ થયો હતો . પ્રવાસ માટે લીમખેડાથી મહેન્દ્રભાઈ ત્રિપાઠી ,ડો. સથવારા, ડો. શર્મા તથા પિંકેશભાઈ સોની અને ગુલાબભાઈ ચૌહાણ, નાના હાથીદરા ટેન્ટવાળા તરફથી બાળકોને ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો હતો.
અન્ય સમાચારો પણ છે...