રતનકુવામાં 2 મહિના પહેલા બનાવેલ સીસીરોડ પર ડામરનું પેચવર્ક કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રતનકુવા ગામે બે મહિના પહેલા 30 થી 32 લાખના રૂપિયાના ખરચે સીસીરોડ બનાવામાં આવ્યો હતો. જયારે આ રોડ બનાવે બે મહિના પણ નથી થયાને ખાડા પડીગયા અને રોડનું ઠેર ઠેર ધોવાણ થતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ બહાર રતનકુવાના ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. રતનકુવા ગામના લોકોની વર્ષોથી વારંવાર રજુઆત પછી બે માસ પહેલા સરકાર દ્વારા લખો રૂપિયાના ખર્ચે આ સીસીરોડ બનાવાયો હતો પરંતુ માત્ર બે મહિનામાં રસ્તો ઠેર-ઠેર તૂટી ગયો હોવાથી કોન્ટ્રાકટર અને માર્ગ મકાન કચેરી ના અધિકારીઓની મીલીભગત થી આ રસ્તો હલકી ગુણવત્તા થી બનાવી ખુબ મોટા પાયે ભ્રસ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જયારે રોડ તૂટતાં ગ્રામ લોકોની રજૂઆને ધ્યાને દઈ તંત્ર દ્વારા તૂટી ગયેલા સીસીરોડ પર ડામરનો પેચ મારતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે ગામતળ એરિયામાં પાણીનો ભરાવો થાય એ માટે સીસીરોડ બનાવવામાં આવે છે જયારે સરકારે ડામર કામજ કરાવવું હતું તો લાખોના ખર્ચે સીસીરોડ કેમ બનાવ્યો? સીસીરોડનું નબળું કામ છુપાવવા ડામરનું પેચવર્ક કર્યું? જેવા તર્ક-વિતર્કો લોકોમાં જોવા મળ્યા હતા.

મેં જાતેજ ઉભા રહી ડામર કરાવ્યો છે
રીપેરીંગ કરી નાખ્યું છે. રીપેરીંગ પબ્લીકને યુઝ થાય તે રીતે કરી શકાય અને ડામર પણ કરી શકાય મેં જાતેજ ઉભા રહી ડામર કરાવ્યો છે. જૈયમીન શાહ, ડેપ્યુટી એન્જીનીય માર્ગ અને મકાન વિભાગ

અન્ય સમાચારો પણ છે...