તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલભીપુરથી બહુચરાજી પગપાળા યાત્રાસંઘનું વિરમગામમાં આગમન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ વિરમગામ
ભાવનગર જિલ્લાના વલભીપુર ગામેથી વિનુભાઈ તળસીયા(ભુવાજી) અને ઠાકોર સમાજ દ્વારા વલભીપુર થી બહુચરાજી પગપાળા સંઘનું આયોજન કરવામાં આવેલ જેમાં રોયલ ક્ષત્રિય સેના ભાવનગર જિલ્લા પ્રમુખ નિતીન જી ઠાકોર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આ સંઘે વિરમગામથી 17 એપ્રિલ ને બુધવારે બહુચરાજી જવા પ્રસ્થાન કર્યું હતું. ચૈત્ર મહિનામાં દેવી-દેવતાઓના આદ્યસ્થાન ઉપર દર્શને જવા માટે પગપાળા યાત્રા સંઘ નું આયોજન કરે છે શ્રદ્ધાળુઓ દ્વારા ચૈત્ર માસની અસહ્ય ગરમીમાં પણ 100 થી 200 કિલોમીટર નું પગપાળા અંતર શ્રદ્ધાપૂર્વક કાપી ધન્યતા અનુભવે છે ત્યારે ભાવનગર જિલ્લાના વલભીપુર થી બહુચરાજી જવા નીકળેલ યાત્રા સંઘ વિરમગામ આવી પહોંચ્યો હતો અને બહુચરાજી જવા પ્રસ્થાન કરતા પગપાળા સંઘના સ્ત્રી-પુરુષો બાળકો અનેરી ચેતના સાથે ડીજેના તાલે રથની સાથે ચાલતા હતા.

ધોળકા બાવળા
અન્ય સમાચારો પણ છે...