તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભીમ આર્મીનું વડોદરા જિલ્લામાં આગમન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા|ભીમ આર્મી ભારત દ્વારા તા. 11-1-19ના રોજ રાજ્યના પ્રભારી પ્રતાપજી સીંદે અને ભીમ સૈનિકોની ટીમ સાથે તેઓનાં સંવિધાન વિરોધી તત્વો સામે જંગના સંદેશા હેઠળ સફળ નેતૃત્વ કરી શકે તેવા સમાજ માટે હક્ક અધિકારોની લડાઈ લડી શકે તેવા યોદ્ધાની નિમણૂક કરવા અને ચંદ્રશેખરભાઈનો સંદેશ સમાજના ખૂણે ખૂણે પહોંચાડવાના હેતુથી પાદરા તાલુકાના દલીત નેતા અને ભીમ ભજનીક સુનિલ પેન્ટરને મધ્યગુજરાત ઝોનના મહાસચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂકને સૂત્રોચ્ચાર કરી હર્ષોલ્લાસથી વધાવી લેવાઇ હતી. તેમજ ડો. બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર ચઢાવી મહાસચિવ સુનિલ પેન્ટરે જણાવ્યુ હતું કે આ દેશમાં સંવિધાન વિરોધી પ્રવૃતિ ચલાવી લેવામાં આવશે નહીં અને કોઈપણ તત્વો દ્વારા સંવિધાન સાથે અને એસસી, એસટી, ઓબીસી અને માયનોરીટીના હક્ક અને અધિકારો છીનવવાની કોશિષ કરવામાં આવશે તો ભીમ આર્મી આવા અસામાજીક તત્વો સામે જંગ છેડશે અને ન્યાયના હિતમાં લડાઈ આપશે.

અન્ય સમાચારો પણ છે...