ગરબાડામાં ધમધમતા દારૂના અડ્ડા બંધ કરાવવા એડ્રેસ સાથે આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં જાહેરમાં ધમધમાતા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે તાલુકાના 10ગામના સરપંચ અને તાલુકા પંચાયત પ્રમુખ
સહિતના આગેવાનો હવે ખુલ્લમખુલ્લા મેદાને પડ્યા છે. આ માટે ગામમાં ધમધમતા દારૂના અડ્ડાના એડ્રેસ સાથે મામલતદારને આવેદન પત્ર મોકલાવતાં ખળભળાટ મચી ગયો હતો. જવાબદારો સામે ખુલ્લેઆમ કરાયેલા આક્ષેપ સામે પોલીસ અધિકારી એક પણ ઠેકાણે અડ્ડો ન હોવાનું જણાવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આગેવાનોએ મામલતદારને ઉદ્દેશીને લખેલા આવેદનમાં જણાવ્યુ છે કે, ગરબાડા ખાતે આઝાદ
ચોક વિસ્તાર તેમજ ગરબાડા તળાવ વિસ્તારમાં વાહન
ચાલકો નશો કરીને તેમું વાહન હંહંકારતા હોવાથી અકસ્માતના બનાવો છાશવારે બને છે. ખુલ્લેઆમ વેચાણને કારણે
સ્કુલના બાળકો, કોલેજના વિદ્યાર્થીઓને વિદેશી દારૂનું સેવન કરવાની ટેવ પાડી દીધી છે.

તેની સમાજમાં અને શિક્ષણ ઉપર પણ ઘણી મોટી ખરાબ
અસરો પડી રહી છે. ગામના આગેવાનો તથા સમાજના માણસો કહેવા છતાં આ વ્યક્તિઓ દાદાગીરી કરી રહે છે કે,
તમારાથી થાય તે કરી લો, અમારે તો પોલીસ જોડે ઘનિષ્ઠ
સબંધો છે અને તેમને હપ્તા આપીયે છીએ, જેથી પોલીસ પણ અમારૂ
કંઇ બગાડવાની નથી.1 ફેબ્રુઆરીના રોજ નશાની હાલતમાં જ નરાધમે છ વર્ષિય બાળકી
સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી નાખી હતી. યુવાનધન બરબાદ
થતું હોવાથી આવા અડ્ડા બંધ
નહીં કરાય તો આદિવાસી
સમાજનું યુવાધન ગુનાઇત કૃત્યોમાં સંડોવાઇ જાય તેવા પુરા સંજોગો રહેલા છે.

આવનાર સમયમાં ધો.10 અને12ની પરીક્ષાઓ અને હોળી-ધુળેટીનો તહેવાર તેમજ આદિવાસી સમાજની લગ્નની સીઝન આવી રહી છે ત્યારે ગરબાડામાં દારૂના અડ્ડા બંધ કરાવવા વિનંતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, રજૂઆત કરનારા દસ ગામના સરપંચોમાંથી ચાર ગામની મહિલા સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે.

પોલીસે નક્કર કાર્યવાહી નહીં કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

આવેદનમાં જણાવાયુ છે કે,દેશી-વિદેશી દારૂ, તાડીની હાટડીઓ બંધ કરવા માટે પોલીસ મથકમાં અનેક વખત અરજી આપી હતી પરંતુ ગરબાડા પોલીસદ્વારા આજ સુધી આવા વ્યક્તિઓ સામે કોઇપણ જાતની નક્ક કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કોન્સ્ટેબલ અશોક જેઠવાનો દારૂની હેરાફેરી કરાવવામાં મુખ્યભાગ

આવેદનમાં ખુલેલઆમ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સટેબલ અશોક જેઠવા કે જે દારૂની હેરાફેરી કરાવવા તથા આખા ગરબાડાના દારૂના હપ્તા વહિવટ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે.જેથી તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી હોવાનું જણાવાયુ છે.

ધ્યાને આવશે તો કાર્યવાહી કરાશે

ગરબાડામાં કોઇપણ ઠેકાણે દારૂના અડ્ડા ચાલતા નથી. જો આવુ ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.>પી.કે જાદવ, પીએસઆઇ, ગરબાડા

આદિવાસી સમાજનું યુવાધન ગુનાઇત કૃત્યોમાં સંડોવાઇ જવાના સંજોગ

નશામાં વાહન ચલાવતાં અકસ્માત સાથે ગંભીર ગુનાઓ પણ આચરાય છે

ગરબાડા તાલુકાના 10 ગામના સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ મેદાને

કયા વિસ્તારમાં કોના દારૂના અડ્ડા

પો.મથકથી 100 મીટર દૂર મુકેશ પંચાલ,તાલુકા કુમાર શાળા પાસે મેહજી પરમાર, રામદેવપીર મંદીર તરફ રસુલ માવી, રામદેવપીર મંદીર તરફ રાકેશ માવી, સ્ટેટ બેન્ક શાખા સામે લીલાબેન વહોનિયા, ખુલ્લા ખેતરોમાં બાબુભાઇ ગારી, કાળો ગારી દ્વારા દારૂના વેપાર સાથે ગરબાડા-ભાભરા રોડ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તરફ આવતા રોડ ઉપર મઢી ફળિયા વિસ્તારમાં રોડ ઉપર રહેણાંક મકાનોમાં પણ દારૂના અડ્ડા ધમધમતા હોવાનું આવેદનમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...