Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિલ્હી મુંબઇ કોરીડોર રદ કરવા કલેક્ટરને આવેદન
ગોધરા તથા મોરવાના ખેડુતો દ્વારા દિલ્હી મુંબઇ કોરીડોર રદ કરવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતુ. આ અગાઉ મોટી સંખ્યામાં ખેડુતોએ વાંધાર અરજીઓ પણ આપેલ છે.
ભારત સરકાર દ્વારા દિલ્હી મુંબઇ વચ્ચે અક્સપ્રેસ હાઇવે બનાવવામાં આવી રહ્યો છે. જેમા ગોધરા તથા મોરવાના ગામોના ખેડુતોના ખેતર સહિત મકાનો દિલ્હી મુંબઇ કોરીડોરના નિર્માણમાં જઇ રહ્યા છે. જેને કારણે અગાઉ તાલુકાના ખેડુતોએ તથા મકાન માલીકોએ વાંધા અરજીઓ આપી સરકારને યોગ્ય નિર્ણય લેવા માટે જણાવ્યુ હતુ. પરંતુ આ અંગે કોઇ નિકાલ નહી આવતા અને સરકાર દ્વારા જમીન અંગેનું જાહેરનામુ પાડવામાં આવ્યુ છે. જેની સામે બંધારણના નિયમોમાં અનુસુચીત અને વિસ્તારના મુળ આદિવાસીઓના માલીકી અને વારસાગત હક્ક તથા અધિકાર ધરાવતા આદિવાસીઓ છીએ તેથી બંધારણીય જોગવાઇઓ મુજબ અમારી રજામંદી વગર અમારા વિસ્તારમાં કેન્દ્વ કે રાજ્ય સરકાર કોઇપણ યોજના કે પરિયોજના માટે અમારી જમીન લઇ શકશે નહી. જેવા અન્ય બંધારણીય નિયમોના આધારે સરકારના જાહેરનામાને તથા દિલ્હી મુંબઇ કોરીડોર યોજનાને દર કરવા માટે ની રજુઆત કરતુ આવેદન પત્ર કલેક્ટર દ્વારા રાજ્યપાલને પહોચતુ કરવા જણાવ્યુ હતુ.
ગોધરા તથા મોરવાના ખેડૂતો દ્વારા દિલ્હી મુંબઇ કોરિડોર રદ કરવા કલેક્ટરને આવેદન. હેમંત સુથાર