તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેપુરા અને ગરબાડા તાલુકામાં કરાર આધારિત કર્મીઓનું આવેદનપત્ર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફતેપુરાના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીએ આવેદન આપ્યું હતું. તસવીર-રીતેશ પટેલ

ભાસ્કર ન્યુઝ | ફતેપુરા,ગરબાડા

ફતેપુરા અને ગરબાડા તાલુકા પંચાયતમાં આઇ.આર.ડી.એ,મનરેગા યોજના, એસ.બી.એમ,મિશન મંગલમ શાખામાં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો સંતોષવાની માંગને લઇને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

આવેદનપત્રમાં કરાર આધારિત કર્મચારીઓએ જણાવ્યું હતું તેઓએને સરકાર દ્વારા નોકરીમાં કાયમી કરાતા નથી,પગાર વધારો કરાતો નથી, સમાન કામ સમાન વેતન સરકાર તરફથી આપવામાં આવતું નથી. આ બાબતે અગાઉ પણ રજુઆત કરાવામાં આવી હતી પરંતુ માંગ સંતોષવામાં આવી નથી. સરકાર દ્વારા રાજ્યમાં અન્ય જગ્યાઓ પર પાંચ વર્ષથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે છે ત્યારે અમોને કાયમી કરવામાં આવતા નથી જેથી કરીને કાયમી કરવા પગાર વધારા સહિતની વિવિધ માંગોને લઇને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી કરાર આધારિત કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. જરુર પડ્યે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો