તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણા માટે મંજુરી ન મળતા મહિલાઓનું આવેદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરખેજ બાવળા હાઈવે ઉપર આવેલ મટોડા ગામ નજીક ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિ. કંપનીમાં મહિલા કામદારોને ફરજ ઉપરથી હાંકી કઢાઇ હતી. જેને લઈને યુનિયન દ્વારા ધરણા માટેની પરમીશન તંત્ર પાસે માંગી હતી. પરંતુ પરમીશન ન મળતા આ અંગે મહિલાઓએ સાણંદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.

સાણંદ તાલુકાના મટોડા ગામે આવેલી ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિ. કંપનીમાં કામ કરતાં મોટાભાગના કામદારો ગુજરાત મઝદૂર સભા યુનિયનના સભાસદો અને કંપની જે દલિત, ઓબીસી વર્ગમાં સમાવિષ્ટ થયા છે. તેવી મહિલાઓને ગેરકાયદેસર રીતે ફરજ ઉપરથી હાંકી કાઢી હત. ફરજ પર લેવાનો ઇનકાર કરાયો હતો. કંપનીએ નવા કામદારોને ભરતી કરી નાખી હતી. જેને લઈને યુનિયનના કારોબારી સભ્ય બલદેવભાઈ તરસંગજી ઠાકોર અને ગૌતમભાઈ ધુળાભાઈ મકવાણા (બંને રહે.બાવળા) દ્વારા તા.4 માર્ચના રોજ મામલતદાર અને ચાંગોદર પોલીસના પી આઈ પાસે ધરણા માટે પરવાનગી માંગી હતી. પરંતુ મંજુરી ન મળતા ફરીથી તા. 20 માર્ચ થી 3 એપ્રિલ સુધી ધરણા કરવા માટે મંજુરી માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...