તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીએલઓ સમયસર ન આવતા અરજદારોને મુશ્કેલી વેઠવી પડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ નામ કમી કરાવવા તેમજ અન્ય ફેરફાર કરવા માટેનો કાર્યક્રમ આજે રવિવારના રોજ હતો. પણ સંખેડા તાલુકાના બહાદરપુર ખાતેની ડી.એસ.હાઈસ્કૂલમાં બીએલઓ બપોર સુધી નહીં આવતા અનેક અરજદારો પરેશાન થયા હતા. આખરે બપોરે મામલતદાર સંખેડાને રજૂઆત કરાઈ હતી.

મતદાર યાદીમાં સુધારા કરાવવા, નામ દાખલ કરાવવા, નામ કમી કરાવવા વિગેરે કામગીરી બીએલઓ(બૂથ લેવલ ઓફિસર) કરે છે. આજે રવિવારે આ કામગીરી કરવાની હતી. જેના માટે બીએલઓએ જે તે મતદાન મથક ઉપર ફરજિયાત હાજર રહેવાનું હતું. જેથી અત્રે આવીને અરજદાર મતદાર યાદીમાં નામ નોંધાવી શકે, નામ કમી કરાવી શકે તેમજ અન્ય કોઈ ફેરફાર કરાવી શકે. પણ સંખેડા તાલુકાના બહાદરપુરની ડી.એસ. હાઈસ્કૂલ ખાતે બપોર સુધી બીએલઓ આવ્યાં જ નહોતા. જેના કારણે અરજદારો પરેશાન થયા હતા. આવા જે એક અરજદાર તેમના પિતાનું અવસાન થયું હોઇ તેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરાવવા માટે હાઈસ્કૂલ ખાતે બપોરે આશરે 12:30 વાગ્યે પહોંચ્યાં હતા.

ત્યારે શાળાના પ્રવેશદ્વાર ઉપર તાળું લટકતું હતું. જેથી બીએલઓ હાજરના હોઈ આ બાબતે સંખેડા મામલતદાર કે.એમ.પડવાળાને ટેલીફોનિક જાણ કરી હતી. ત્યારબાદ અત્રે બીએલઓ આશરે એકાદ વાગ્યા બાદ આવ્યા હતા. બીએલઓએ ફરજીયાત જ બૂથ ઉપર આજે હાજર રહેવાનું હતું. પણ સમયસર અત્રે ગેરહાજર રહેલા બી.એલ.ઓ.ના કારણે અનેક અરજદારોને પરેશાની ભોગવવી પડી હતી.

નસવાડી મામલતદાર દવારા બુથ તપાસ કરાઈ તેની તસવીર ઈરફાન લકીવાલા

નસવાડી તાલુકાના દસ બૂથની કામગીરીની મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી
નસવાડી |નસવાડી તાલુકામાં રાજ્યના ચૂંટણી આયોગ વિભાગ અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ માયાત્રાના આદેશથી તા.16,12,19થી તા 15,1,2020 સુધી ખાસ મતદાર નોંધણી અને મતદાર સુધારણા અભિયાન શરૂ કરાયું હોય રવિવારની રજા હોય અને ઉતરાણનો તહેવાર હોવા છતાંય નસવાડી મામલતદાર દ્વારા મતદાર સુધારણા અભિયાન ની કામગીરી રાષ્ટ્રિય પર્વ તરીકે ઉજવાતા મતદાર ની કામગીરી હોય નસવાડી તાલુકા ના બુથ પર બી એલ ઓ કામગીરી કરવા બેઠા છે કે નય તેની દસ થી વધુ ના બુથ મા જાતે તપાસ કરવા પોહચ્યા હતા સાથે જ બી એલ ઓ ની કામગીરી નું જાત નિરીક્ષણ કર્યું હતું અચાનક નસવાડી મામલતદાર બુથ તપાસણી માં ગયા હોય મોટા ભાગ ના બી એલ ઓ જે બુથ પર પોહચ્યા ન હતા તેઓ પણ તરત નસવાડી થી જવા રવાના થયા હતા દસ થી વધુ બુથ પર નસવાડી મામલતદાર દવારા તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો