Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિનોરના સબ રજિસ્ટ્રાર કચેરીમાં માત્ર બે દિવસ આવતા અરજદારોને મુશ્કેલી
વડોદરા જીલ્લાના છેવાડાનો શિનોર તાલુકાના સબ રજીસ્ટ્રાર શિનોર કચેરીમાં એક સપ્તાહમાં માત્ર બે દિવસ હાજર રહેતા દસ્તાવેજ નોંધણી તથા અન્ય પેપરોની નોંધણીના કામગીરી અટવાઇ જાય છે. તાલુકામાં ખેતી વિષયક મકાનો વગેરે દસ્તાવેજોની કામગીરી અટવાય જાય છે.
શિનોર તાલુકો 41 ગામનો તાલુકા છે. તાલુકા મથકે સ્થાનિક સબ રજીસ્ટ્રારને શિનોર સિવાય અન્ય કચેરીઓના ચાર્જ હોવાથી શિનોર તાલુકા મથકે સબ રજીસ્ટ્રાર કચેરીમાં માત્ર મંગળવાર અને શુક્રવારે આવે છે. તાલુકામાં કાયમી રજીસ્ટ્રાર નોંધણીની કચેરી એક જ હોય. ખેતી, મકાનો, દુકાનો, પ્લોટ જેવી અનેક પ્રકારની જંગમ મિલકતોની દસ્તાવેજ કર્યા બાદ નોંધણી સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી થાય છે. તાલુકામાં માત્ર બે દિવસ સબ રજીસ્ટ્રાર હાજર રહેતા હોવાથી તાલુકાના માગેગામથી દસ્તાવેજની નોંધણી કરવા માટે અરજદારો અટવાઇ જાય છે. તાલુકા પ્રોપર્ટી પરથી માત્ર સ્થાનિક નાગરિકો નથી. હોતા જયારેથી લોકો સ્થાવર મિલકતની ખરીદીના દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવે છે. જયારે તાલુકામં ભૂતકાળમાં તમામ સબ રજીસ્ટ્રાર હાજર રહેતા હતા. હવે સબ રજીસ્ટ્રારમાત્ર બે દિવસની હાજરથી દસ્તાવેજ રજીસ્ટ્રેશન કામગીરી અટવાય છે. સરકારી તંત્ર ત્વરિત સબ રજીસ્ટ્રારની જગ્યા ભરે તેવી સ્થાનિકોની માંગ છે.