તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવાપુરા ગામના મહિલા સરપંચને હટાવવા આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા તાલુકાના સવાપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દ્વારા પંચાયતના તમામ કામોમાં હસ્તક્ષેપ કરી વિકાસના કામોમાં અવરોધો ઉભા કરાતાનો આક્ષેપ કરી ઉપસરપંચ, સભ્યો અને ગ્રામજનો દ્વારા મહિલા સરપંચને દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે જેની નકલ જિલ્લાવિકાસ અધિકારી અને પંચાયત સચિવ ગાંધીનગરને પણ મોકલાઇ છે.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે મહિલા સરપંચના પતિ પંચાયતના વિકાસના કામોમાં અવરોધો ઉભા કરી કામમાં ગોબાચારી કરતા હોવાનું આક્ષેપ કર્યો હોત. સાથે સરપંચના પતિ જણાતો હતો કે અગાઉ ઘણી વખત ચૂંટણી હારી ગયો છે અને તેમાં થયેલો તમામ ખર્ચ વસૂલ કરવા માટે નો આ યોગ્ય સમય છે માટે કોઈએ મારા કામમાં મગજમારી કરવી નહીં. તારીખ 16.03.19ના રોજ આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવ્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં નથી આવ્યા જેથી કરીને આ આવેદનપત્ર આપી અમો તંત્રને જાણ કરીએ છીએ કે સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ અને સહાય ના રૂપિયા લોક હિતમાં વપરાય તે માટે હાલના મહિલા સરપંચ ને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે અમો સમગ્ર ગ્રામજનો આપણે જાણ કરીએ છીએ તો આ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવા અરજ કરી હતી. સદર મહિલા પતિના સરપંચ દ્વારા અગાઉ સામાન્ય સભામાં સવાપુરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ને માર માર્યાની પોલીસ ફરિયાદ રાજગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી જે ખરેખર લોકશાહી માટે કાલી ટીલી સમાન છે .

અન્ય સમાચારો પણ છે...