તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિસાગર જિ.માં વર્કશોપ કોન્ફરન્સ, સેમિનાર મોકૂફ રાખવા અપીલ કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસ (COVID 19)ની પરીસ્થિતિને ધ્યાને લેતાં WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. રાજ્યોમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ભારત સરકાર તરફથી તથા અગ્ર સચિવની સુચના મુજબ જિલ્લા કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું છે કે કોરોના વાયરસનો ફેલાવો શ્વાચ્છોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે.

આ તકેદારીના પગલારૂપે કોઈ એક જગ્યા પર લાંબા સમય માટે વધુ માણસો ભેગા ન થાય તે હેતુસર તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં યોજાતા વર્કશોપ, સેમીનાર, કોન્ફરન્સો તા. 31/03/2020 સુધી મોકુફ રાખવા તેમજ નાગરિકોને પણ આ સમય દરમ્યાન તકેદારીના ભાગરૂપે સામુહિક, સામાજિક મેળાવડાઓના નાનાં - મોટા પ્રસંગો ટાળવા જણાવ્યું છે.

કોરોના વાઇરસનો ફેલાવો અટકાવવા પગલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો