તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાવળામાં મોડાસાની પીડિત યુવતીને ન્યાય અપાવવા આવેદન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની દલિત યુવતીને અપહરણ કરીને સામુહીક દુષ્કર્મ કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જેથી આ આરોપીઓને પકડીને ફાંસીની સજા આપવામાં આવે તેવી રાષ્ટ્રીય બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ માંગણી સાથે બાવળા મામલતદાર પી.આર.દેસાઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું છે કે આવા આરોપીઓના કેસ વધતા જાય છે એટલે કે સમાજમાં આવા દોષીતોની કોઈ જગ્યા નથી. અને આવા આરોપીઓની વિરૂધ્ધમા સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરી અને ઝડપી તેઓના ઝડપી કેસોનો ફાસ્ટેક કોર્ટમાં ચલાવી તેમને ફાંસી સિવાય કોઈ સજા આપવામાં ન આવે. જેથી સમાજમાં કડક સંદેશો જાય તેવા સરકાર પ્રયત્ન કરે.આ પીડીત યુવતીના પરીવારને તો જ ન્યાય મળશે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આવા બનાવ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી.આ કેસમાં એક આરોપી હજુ પોલીસ પકડની બહાર છે અને આવા તત્વોને ઝડપથી પકડી પાડવામાં આવે અને તેને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી અમારી માંગણી છે.આવેદનપત્ર આપવા રાષ્ટ્રીય બજરંગ દળનાં જીલ્લા પ્રમુખ અતુલભાઇ ઠાકોર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદનાં જિલ્લા મંત્રી હિતેશભાઇ જાદવ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તસવીર ભરતસિંહ ઝાલા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો