તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુસકી પર 5% વેટને પગલે હડતાળથી APMC અને રાઈસમિલો સુમસામ રહી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અખિલ ગુજરાત રાઇસ મીલ એસોસીએશન તેમજ ગ્રીન મરચન્ટ એસોસિએશન દ્વારા આજથી લડતના મંડાણ શરૂ થઇ ગયાં છે. ડાંગરની કુસકી પર પાંચ ટકા વેટ લેવાના નિર્ણયના વિરોધમાં શુક્રવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ થઇ ગઇ છે જેના પગલે એપીએમસી અને રાઈસમિલો સુમસામ નજરે પડતી હતી. ઉપરોક્ત િનર્ણયને લીધે ખેડૂતોમાં ફેલાયો આક્રોશ ફેલાયો છે. તેમને તૈયાર માલ પરત લઇ ફરવું પડ્યું હતું.

હડતાલને પ્રથમ દિવસે ચોખા ડાંગરની લે વેચ અટકતા લાખો ખેડૂતો સહિત વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ અંગે અખિલ ગુજરાત રાઈસ મિલ ઓનર્સ એસોસિએશન ના પ્રમુખ મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલે જણાવ્યું હતું કે ,હડતાલના પ્રથમ દિવસ થી જ રાજ્યભરમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.રાઇસ મીલ માંથી નીકળતી કુસ્તી ઉપર પશુ આહાર તરીકે વપરાતી હોવાથી તેની ઉપર સેલ ટેક્સ લાગતો ન હતો ઉપરાંત વેટ આવ્યા પછી પણ વેટ લાગતો ન હતો.પરંતુ વર્ષ 2015-16 માં વેટની જુના વર્ષોની રિકવરી બાબતે નોટિસો મળવા લાગી.સરકાર દ્વારા એ1/ 4/ 2015 થી 30 /9 /2016 ના ગાળા દરમિયાન વેટ ઉઘરાવવા નોટિસ બજાવવામાં આવી અમે આ સમયગાળા દરમિયાન ફુસકી ઉપર વેટ ઉઘરાવેલ નથી તો અમે અમે કેવી રીતે ચૂકવણી કરીયે?બીજી તરફ ડિપાર્ટમેન્ટ તરફથી ઊઘરાણી કરવામાં આવે છે જે અયોગ્ય બાબત હોય નાછૂટકે અમે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ખંભાત-તારાપુર સહીત રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.આ અંગે એસોસિયેશનના ઉપપ્રમુખ કાનભા પરમારે જણાવ્યું હતું કે,ખંભાત એપીએમસીના ચેરમેન સંજય પટેલ સહીત રાજ્યના અનેક ચેરમેનો તેમજ વેપારીઓએ કૃષિ મંત્રી તેમજ મુખ્ય મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો