તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કવાંટ તાલુકામાં વરસાદ ચાલુ રહેતા નવરાત્રીના ગરબા આયોજકોમાં ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલુ વર્ષમાં સૌથી વધુ વરસાદ કવાંટ તાલુકામાં વરસ્યો છે. જેમાં હાલમાં પણ મેઘરાજા વરસી રહ્યા છે અને બંધ થવાનું નામ લેતો નથી. તેના કારણે ગરબા ગ્રાઉન્ડની તૈયારી કરતા આયોજકો ઘેરી ચિંતામાં મુકાઇ ગયા છે.જ્યારે અફવાઓના બજારમાં હાલ તા.3 ઓક્ટોબર સુધી વરસાદ પડવાની ચર્ચાઓથી કવાંટ નગરમાં કેવળ બાળકોના ગરબાનું આયોજન કરનારા આયોજકો ચિંતામાં મુકાયા છે. સાથે ગરબાના સૌખીનોમાં પણ નારાજગી વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...