તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ તસ્કરી કાંડમાં અલિરાજપુર પોલીસ દ્વારા વધુ એક આરોપીની અટકાયત કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળ તસ્કરી કાંડમાં અલિરાજપુર પોલીસે આજે વધુ એક આરોપીની અટકાયત કરી.જેમાં રિકવર થયેલું બાળક બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરાયું. બાળક શૈલુ રાઠોડે એક લાખ રૂપિયામાં વેચ્યું હતું.

ગુજરાતના છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના અલિરાજપુર સાથે બાળ તસ્કરીના તાર સંકળાયેલા છે.આ આંતર રાજ્ય બાળ તસ્કરી કાંડમાં અલિરાજપુર પોલીસે અત્યાર સુધી છોટાઉદેપુરની કેસર હોસ્પીટલના ડોકટર એ રાજુ, અલિરાજપુરના શૈલુ રાઠોડ સહિત કુલ 27 આરોપીની અટકાયત કરેલી છે. અને અત્યાર સુધી કુલ 13 બાળકો રિકવર પણ કરાયા હતા. આ કેસની વધુ તપાસ ચલાવી રહેલી અલિરાજપુર પોલીસે આ કિસ્સામાં વધુ એક આરોપીની અટકાયત કરી છે.અને એક બાળક રિકવર કર્યું છે. જેથી બાળ તસ્કરી કાંડમાં આરોપીઓની સંખ્યા 28 અને રિકવર થયેલા બાળકોની સંખ્યા 14 થઇ છે. અલિરાજપુર પોલીસે બાળ તસ્કરી કાંડમાં ધાર (મધ્યપ્રદેશ) જિલ્લાના ગુજરી ગામના ગોવિંદ કલ્યાણ માલુ નામના શખ્શની અટકાયત કરી છે.ગોવિંદે અલિરાજપુરના શૈલુ રાઠૉડ પાસેથી રૂપિયા એક લાખમાં બાળક ખરીદ્યું હતું.

ગોવિંદ કલ્યાણ માલુ નામના શખ્શની અટકાયત કરાઇ

એક વર્ષ પહેલા બાળક ખરીદાયું હતું
ગુજરી જિલ્લો ધારના ગોવિંદ કલ્યાણ માલુ નામના શખ્સની અટકાયત કરાઇ છે.એણે એક વર્ષ પહેલા શૈલુ રાઠોડ પાસેથી એક લાખ રુપિયામાં બાળક ખરીદ્યું હતું.ગોવિંદ કરીયાણાનો વેપારી છે.બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરાયો છે.બાળક બાબતે નિર્ણય કરશે.દિનેશ સોલંકી,ટી.આઇ.અલિરાજપુર

બાળકને જિલ્લા હોસ્પિટલમાં રખાયું

અલિરાજપુર પોલીસે આજે એક આરોપી સાથે એક બાળક રિકવર કર્યું છે.એ બાળકને અલિરાજપુરની જિલ્લા હોસ્પીટલમાં બાળ શક્તિ વોર્ડમાં રાખવામાં આવેલો છે.અગાઉ પણ રિકવર થયેલા બાળકોને અત્રેની હોસ્પીટલમાં બાળ શક્તિ વોર્ડમાં રાખવામાં આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...