તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કવમે બવાહીર ફેડરેશનનો વાર્ષિક પરિતોષિક સમારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરમગામ શહેરમાં બારીની મસ્જિદ પાસે આવેલી અલાઉદ્દીન શાહ બાવાની દરગાહના કમ્પાઉન્ડમાં પટણી સુન્ની જમાઅત કવમે બવાહીરનો 43મો વાર્ષિક પારિતોષિક સમારંભ વિરમગામ કવમે બવાહીર સુન્ની પટણી જમાઅતના પ્રમુખ મોહમદ ઉસ્માન મોહમ્મદ તાહેર મુલ્લાના અધ્યક્ષચસ્થાને યોજાયો.

તિલાવતે કુરઆન અને અલ્લાહની હમ્દો સના સાથે સમારંભની શરૂઆત કરવામાં આવી હતી. આ સમારંભમાં મુખ્ય મહેમાન પદે નંદાસણના ડોક્ટર નાકેદાર નોલેજ સ્કૂલના ફાઉન્ડર તથા આફમીના સ્થાપક કડીના રહેવાસી હાલ અમેરીકામા રહેતા ડૉક્ટર અબ્દુલ રહેમાન એસ નાકાદાર, વિરમગામ ના વતની છેલ્લા ઘણા સમયથી અમેરીકામા સ્થાઇ થયેલા યુસુફભાઈ ઉસ્માનભાઇ ઝોલાપુરવાલા, વિરમગામ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ,

મુખ્ય વક્તા તરીકે આઇ એ એસ અધિકારી મોહમ્મદ હબીબ નરમાવાલા, ફેડરેશન ના પ્રમુખ મો.યુસુફભાઇ મેઘરજી, ઉપ પ્રમુખ મો.સલીમ અ.કાદર કાજલવાલા, સેક્રેટરી મો.સિદૃીક મેઘરજી તેમજ દરેક જમાતના પ્રતિનિધિઅો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યવક્તા જનાબ નરમાવાલાએ સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂકતા જણાવ્યું હતું કે , એક દિકરી ભણશે તો બબ્બે કુટુંબને તારશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો