ઠાસરા-ગળતેશ્વર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીની જાહેરાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારના ખેતબજાર અને ગ્રામ્ય અર્થતંત્ર વિભાગ દ્વારા ઠાસરા એ.પી.એમ.સી.ના 14 સભ્યો-હોદ્દેદારોની ચૂંટણી આગામી તા.27/2/2020 ના રોજ યોજાશે. આ માટે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તા.14 ફેબ્રુઆરી છે. ચૂંટણીમાં મતદાન બાદ તા.28 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. જ્યારે ગળતેશ્વર માર્કેટિંગયાર્ડની ચૂંટણી તા.5/3/2020ના રોજ યોજાશે. જ્યારે તેનું પરિણામ તા.6/3/20ના રોજ જાહેર થશે. આ ચૂંટણીમાં ફોર્મ ભરવાની તા.17/2 ના રોજ તથા ફોર્મ તપાસણી તા.18/2 અને ચૂંટણીમાંથી ખસી જવા ઇચ્છતાં ઉમેદવાર છેલ્લી તા.21/2 સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે.

ઠાસરામાં 27મીએ, ગળતેશ્વર યાર્ડમાં 5મી માર્ચે મતદાન

અન્ય સમાચારો પણ છે...