તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવાગઢના જંગલોમાં પ્રાણીઓમાં પણ સમાજભાવના જોવા મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | હાલોલ, ગોધરા

જંગલમાંથી માનવ વસતીમાં આવીને હુમલા કરતા દીપડાઓને વન વિભાગ દ્વારા પકડીને પાવાગઢમાં બનાવવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે છે. આ રેસ્ક્યુ સેન્ટરની બહાર સીસીટીવી ફીટ કરવામાં આવ્યા છે.તાજેતરમાં જ આ સીસીટીવી ચેક કરવામાં આવ્યા ત્યારે જોવા મળ્યું કે, દર બે દિવસે જંગલમાં રહેલા દીપડાઓ નિયમિત રીતે રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે.

તાજેતરમાં જ સીસીટીવી ચેક કરવામાં આવ્યા ત્યારે જોવા મળ્યું કે, દર બે દિવસે જંગલમાં રહેલા દીપડાઓ નિયમિત રીતે રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત લઈ રહ્યા છે. બહાર જંગલમાંથી આવતા નર અને માદા દીપડા રેસ્ક્યુ સેન્ટરની બહારના ભાગમાં આખી રાત રોકાય છે અને સવાર પડતાં જતા રહે છે.

પાવાગઢમાં દીપડાઓ માટે બનાવવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં હાલમાં રાખવામાં આવેલા માનવભક્ષી દીપડાઓને મળવા માટે જંગલમાંથી અન્ય નર અને માદા આવતા હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું છે. આ વાતથી સમજાય છે કે પ્રાણીઓમાં પણ સમાજભાવના હોય છે.

જંગલમાંથી માનવ વસતીમાં આવીને હુમલા કરતા દીપડાઓને વન વિભાગ દ્વારા પકડીને પાવાગઢમાં બનાવવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે છે.હાલ કુલ 9 માનવભક્ષી દીપડાને રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. આ રેસ્ક્યુ સેન્ટરની બહાર સીસીટીવી કેમેરા પણ ફીટ કરવામાં આવ્યા છે.

જંગલમાંથી માનવ વસતીમાં આવીને હુમલા કરતા દીપડાઓને વન વિભાગ દ્વારા પકડીને પાવાગઢમાં બનાવવામાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવે છે.

વહેલી સવારે જંગલમાં જતા રહે છે
રેસ્ક્યુ સેન્ટરમાં પિંજરે પુરાયેલા દીપડાઓ ને જંગલમાં થી મળવા આવતા દીપડાઓ અંગેના સીસીટીવી અંગે ઇન્ચાર્જ ડી એફ ઓ જનકસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેઓએ સમગ્ર ઘટનાને સમર્થન આપી ઉમેર્યું હતું કે રાત્રી દરમિયાન આવતા દીપડા કોઇપણ જાતની કોઈને પણ કનડગત કર્યા સિવાય રાત્રી દરમિયાન પિંજરાઓ પાસે બેસી રહી વહેલી સવારે જંગલમાં જતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...