તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેત્રોજ તાલુકાના મારૂસણા ગામની આંગવાડી મકાન જર્જરિત બન્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેત્રોજ તાલુકાના મારૂસણા ગામની આંગણવાડી નંબર-1નું મકાન જર્જરીત બન્યું છે. મકાનમાં લાઈટ-પંખા, પાણી, ગેસ સહિતની સુવિધા નથી છતાં તાલુકા બાળ વિકાસ કચેરી દ્વારા આંગણવાડીની મળતી સુવિધા બાબતે ધ્યાન આપવામાં આવતું નથી તેવી ફરિયાદ આંગણવાડીના કાર્યકરબેન દ્વારા કરવામાં આવી છે.

દેત્રોજ તાલુકા બાળ વિકાસ અધિકારીએ મનરેગામાંનવું મકાન બનાવવા માટે મંજૂરી આપી છે તેવું જણાવી રહ્યા છે. ત્યારે તંત્રના વાંકે બાળકો હાલ આંગણવાડીમાં આવતા નથી. દેત્રોજ તાલુકાના મારૂસણા ગામની આંગણવાડી નંબર-1 મકાન જર્જરીત બન્યું છે. બારી-બારણા નથી. આંગણવાડીમાં લાઇટ-પંખા, ટેબલ, ખુરશી, વાસણ કોઈ જ સુવિધા નથી. આ બાબતે આંગણવાડી કાર્યકરબેન દેત્રોજ તાલુકા બાળ વિકાસ અધિકારીને રજૂઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં આ બાબતે આંગણવાડી કાર્યકર બેને એવો આક્ષેપ કર્યો છે કે બાળ વિકાસ અધિકારી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. જે બાબતે દેત્રોજ પોલીસને પણ રજૂઆત કરવામાં

અનુસંધાન પાના નં. 3 પર

અન્ય સમાચારો પણ છે...