Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાવલી તાલુકાના ટુંડાવ ગામે વીજ ચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો
સાવલી તાલુકના ટુંડાવ ગામે વીજચેકિંગ કરવા ગયેલી ટીમ પર હુમલો કરવાના પ્રકરણમાં 21 સામે ભાદરવા પોલીસે ગુનો નોંધી રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથધરી છે. ભાદરવા પોલીસે નાયબ ઇજનેરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.
ભાદરવા પોલીસ મથકે ફરિયાદી જયેશભાઇ ભદ્રકુમાર દાણી ઉ.વ.52 રહે,402, ટાવર બી શુકન 7, અમીતનગર સર્કલ કારેલીબાગે પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે આજે સવારે પાંચ વાગે છાણી સબ ડિવીઝન ખાતે GUVNLના આદેશ અનુસાર ભેગા થઇને કુલ 10 ટીમો બનાવીને વિવિધ ગાડીઓ સાથે સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે ટુંડાવ ગામે ઘરદીઠ મીટર ચેકિંગ કરતા હતા. ત્યારે સાતેક વીજચોરીના જોડાણના મીટર તેમજ વાયર ઉતારવાની કાર્યવાહી કરતા હતા ત્યારે દિપકભાઇ અને તેમના પિતા દિલીપભાઇ ભાલાવતનું મીટર ચેકિંગ કરતા હતા. ત્યારે તેઓએ કહેલ કે તમારે વાયર લઇ જવો હોય તો લઇ જાવ મીટર લઇ જવાનું નથી. તેવું બોલતા લોકટોળું ભેગું થઇ ગયું હતું અને મોટે મોટેથી બુમો પાડી મારા ઘરમાંથી બહાર નીકળો તેવુ કહેતા લોકટોળું ભેગું થઇ પથ્થરમારો કરતા ગાડીઓના કાચ તુટી જવા પામ્યા હતા. અને 60 હજાર જેટલું નુકસાન થવા પામ્યું હતું. જ્યારે ડ્રાઇવરને ઇજાઓ થતાં ભાદરવા સરકારી દવાખાને
...અનુસંધાન પાના નં.2
વીજચોરીના જોડાણના મીટર તેમજ વાયર ઉતારવાની કાર્યવાહી કરતા પથ્થરમારો