તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂર થયો છતાં જામલી મીઠીબોરનો રસ્તો બનતો નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાની સરહદ ઉપર આવેલ મીઠીબોર ગામે જવા માટે 50 કિલોમીટરનો ફેરો પડે છે એ રસ્તો છોટાઉદેપુરથી જવા માટે ટૂંકો બને એ માટે ત્યાંની પ્રજા જામલી થી મીઠીબોર રોડની માંગણી કરી રહી છે. આ રોડ ત્રણ વર્ષથી મંજૂર થઈ ગયો છે છતાં તેનું કામ નહીં થતા પ્રજામાં રોષ વર્તાઈ રહ્યો છે.

આ સંદર્ભે મીઠીબોરના રહીશો જિલ્લા કલેક્ટરરને એક આવેદન પત્ર તા. 25ના રોજ આપ્યું હતું તેમાં જણાવ્યું હતું કે આ રસ્તાનું બે વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છતાં આગળ કામ ચાલતું નથી. સરકાર દ્વારા બોર્ડર વિલેજના ગામોના કામો કરવા ગ્રાન્ટ ફાળવે છે તો આ કામગીરી પ્રત્યે કેમ ધ્યાન આપવામાં આવતું નથી. આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે એ સમયે મીઠીબોર તરફના દશ ગામોની અંદર કોઈપણ રાજકીય પક્ષ આવશે નહીં અમો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે. મીઠીબોર ગામના આસપાસ આવેલ ગામની વ્યક્તિઓ અત્યારે 50 કિલોમીટરનું અંતર કાપી તાલુકા મથકે જાય છે જો જામલીથી મીઠીબોર રસ્તો થાય તો તેઓનું અંતર અડધું થઈ જાય તેમ છે ત્યાંથી આવવા પૂરતા સાધનો નથી મળતા પ્રજાને જવા આવવાની ઘણી મુશ્કેલી પડે છે તો આગામી તા. 5 સુધીમાં આ અંગે યોગ્ય જો કોઈ જવાબ નહીં મળે તો અમો આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે.

મીઠીબોર ગામના રહીશો દ્વારા આવેદનપત્ર. તસવીર વિવેક રાવલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો