તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા સિંધી સમાજ દ્વારા ચેટીચંડના તમામ કાર્યક્રમો રદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે પોતાના ભરડામાં લઇ હાહાકાર મચાવ્યુ છે. અને સરકાર દ્વારા તેની સતર્કતા અંગેના વિવિધ પ્રયાસો કરવામાં અાવી રહ્યા છે. જેમા મોટી સંખ્યામાં લોકોઅે અેકત્ર થવુ નહી બને ત્યા સુધી લોકોથી અંતર રાખવુ સ્વચ્છતા રાખવી તેવા કેટલા પગલા ભરવાની જાણકારી અાપવામાં અાવી રહી છે.

દેશમાં કેટલાક મોટા મોટા મંદિરોમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઅો અેકત્ર ન થાય અને વાઇરસની અસર ન થાય તે માટે બંધ કરવામાં અાવી રહ્યા છે. ત્યારે ગોધરા સિંધી સમાજના પ્રમુખ કિશોરીલાલ ભાયાણીઅે જણાવ્યુ છે કે ચેટીચંડ દિન નિમિત્તે રાખેલ જનરલ સમુહ ભંડારો શોભાયાત્રા તેમજ શહેરના અન્ય તમામ વિસ્તારો અને મંદિરોમા રાખેલ તમામ જાહેર કાર્યક્રમ જનહિતને ધ્યાનમા રાખી રદ કરવામા આવેલ હોવાનું જણાવવામાં અાવ્યુ છે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો

અન્ય સમાચારો પણ છે...