તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા આકાખેડાના યુવકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના આકાખેડા ગામના 30 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સંખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સંખેડા તાલુકાના આકાખેડા ગામનો યુવક જે તડવી વિજયભાઈ બાબુભાઇ (ઉ.વ.30)નાઓએ તા.29 ડિસેમ્બરના રોજ ઝેરી દવા પી લીધી હતી. તેને સારવાર અર્થે વડોદરાની સયાયજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જેનું તા.6 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. આ બાબતે વડોદરા એસ.એસ.જી.હોસ્પિટલની ટેલિફોનિક વર્ધિ આધારે સંખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે આ બાબતે તપાસ દરમિયાન સંખેડા પોલીસ સૂત્રોએ મારનાર યુવક અસ્થિર મગજનો હતો.

અન્ય સમાચારો પણ છે...