તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંગલ ફિલ્મ બાદ બાળકોમાં કુસ્તીનો ક્રેઝ વધ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યાર સુધી 13 બાળકો ડિસ્ટ્રિક્ટ સ્કૂલમાં સિલેક્ટ થયાં : કુસ્તીમાં બે છોકરીઓ સ્ટેટ લેવલે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે
ભાસ્કર ન્યુઝ સંખેડા

સંખેડા ખાતે 2016માં 30 છોકરા-છોકરીઓ કુસ્તીની તાલીમ લેતા હતા. આ વર્ષે વધીને આ આંકડો 80એ પહોંચ્યો છે. ખેલ મહાકુંભમાં 80 મેડલ આ વર્ષ સંખેડામાં આવ્યા. અત્યાર સુધી કુલ 13 છોકરા-છોકરીઓ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પહોંચ્યાં છે. બે છોકરીઓ સ્ટેટ લેવલ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે.

સંખેડા પંથકમાં મોટા ભાગે ક્રિકેટ અને વોલીબોલની રમતો જ રમાતી હતી. પણ 2016માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ઇન સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત સંખેડા ખાતે અલ્પેશ બારોટને કોચ તરીકે મુક્યા હતા. આ વર્ષે કુસ્તીમાં 15 છોકરા અને 15 છોકરીઓ જોડાઇ હતી. શરૂઆતમાં તો માત્ર એક રમતમાં ભાગ લેવા ખાતર છોકરા-છોકરીઓ કુસ્તીમાં ભાગ લેતા હતા. પણ દંગલ ફિલ્મ રિલિઝ થયા બાદ કુસ્તીનો ક્રેઝ છોકરા-છોકરીઓમાં વધી ગયો હતો. 2016 બાદથી અત્રે અત્યાર સુધીમાં દર વર્ષે ખેલ મહાકુંભમાં તેમજ કુસ્તીની અન્ય સ્પર્ધાઓમાં સંખેડાના છોકરા-છોકરીઓ દંગલ લડતા થયા છે. સંખેડામાં કુસ્તીની તાલીમ શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ કુલ 80 છોકરા-છોકરીઓ તાલીમ મેળવી રહ્યા છે.

કુસ્તીના કારણે તાલીમાર્થી બાળકો શારીરિક રીતે વધુ સુસજ્જ બન્યા છે. અત્યાર સુધીના આ ત્રણ વર્ષના સમયગાળામાં સંખેડાથી કુલ 10 છોકરા અને 3 છોકરીઓ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં પહોંચ્યા છે. આ વર્ષે 80 જેટલા મેડલો કુસ્તીમાં સંખેડાના કુસ્તીબાજો જીત્યા છે. 2016માં આ 26 જ મેડલો હતા.સંખેડાની બે વિદ્યાર્થિનીઓ સ્ટેટ લેવલે પણ વિજેતા બની ચૂકી છે. ગત વર્ષે અંડર 14ની કુસ્તીમાં સંખેડાની જ ખરાદી રિયા સિલ્વર મેડલ અને બેલિમ મારીયા બ્રોન્ઝ મેડલ જીતી હતી. છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટમાં આ રીતે મેડલ જીતીને સંખેડાનું નામ આ છોકરીઓએ રોશન કર્યું હતું.

સંખેડામાં કુસ્તીની તાલીમ શરૂ થયાના ત્રણ વર્ષમાં તાલીમ મેળવતા છોકરા-છોકરીઓની સંખ્યા વધીને 80 થઇ
પાદરા ડભોઈ
બોડેલી કરજણ
સંખેડામાં કુસ્તીની તાલીમ મેળવતા બાળકો દેખાય છે.સંજય ભાટિયા

છોકરા અને છોકરીઓમાં કુસ્તી પ્રત્યેની રૂચી વધી છે
 સંખેડામાં શરુઆતમાં કુસ્તીમાં વિદ્યાર્થીઓ ઓછા હતા.પણ જે રીતે ટુંકા સમયગાળામાં છોકરાઓ કુસ્તીમાં તૈયાર થયા અને ખેલ મહાકુંભમાં મેડલ જિતતા થયા બાદ છોકરા-છોકરીઓની કુસ્તીમાં રૂચી વધી છે.અલ્પેશ બારોટ,કુસ્તી કોચ.

અન્ય સમાચારો પણ છે...