તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇ બાદ ચાણોદ કોંગ્રેસમાં ભંગાણ 100 જેટલા કાયર્કરો ભાજપમાં જોડાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર ગીતાબેન રાઠવા ડભોઇ વિધાનસભા ક્ષેત્રની ચાંણોદ જિલ્લા પંચાયત સીટ વિસ્તારના ગામોમાં ફેરણી કરી જનસંપર્ક અભિયાન હાથધર્યું હતું. આ ટાણે ચાંણોદ નાવિક શ્રમજીવી મંડળના પ્રમુખ રમેશભાઇ માછી તેઓના 100 જેટલા સભ્યો સાથે ભાજપામાં જોડાઇ કેસરી ખેસ ધારણ કર્યો હતો.

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે. તેમ તેમ પ્રચાર પ્રસાર અને લોક સંપર્ક ફેરણી દ્વારા ઉમેદાવારો મતદારોને રીઝવવા એડોચોટીનું જોર લગાવી રહ્યાં છે. છોટાઉદેપુર લોકસભા બેઠકના મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાએ બુધવારે ચાણોદ જિલ્લા પંચાયત સીટ વિસ્તારના ગામો રામવાડા, બગલીપુરા, કરનાળી, તેનતલાવ અ્ને ચાણોદ સહિત પંથકના ફેરણી કરી જનસંપર્ક કર્યો હતો. આ તબક્કે તેઓની સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા, પુર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપા અગ્રણી શશીકાંત પટેલ અશ્વીન પટેલ અને મહિલા મોરચો પણ ઉપસ્થિત રહ્યો હતો.

ગીતાબેન રાઠવાએ કુબેર ભંડારી મહાદેવના દર્શન પુજન કરી મતદારો કાર્યકરોનો સંપર્ક કરી બેઠક યોજી હતી. જેમાં ચાણોદ નાવિક શ્રમજીવી મડળના પ્રમુખ રમેશભાઇ માછી સહિત મંડળના 100 ઉપરાંત સભ્યોએ વિધીવત રીતે ભાજપામાં જોડાઇ કેસરી ખેસ ધારણ કર્યો હતો.

આમ ગતરોજ ડભોઇ નગરપાલિકાના 10 સભ્યો ભાજપામાં જોડાવાની ઘટના તેમજ આજરોજ ચાંણોદ ખાતે નાવિક શ્રમજીવી મંડળના 100 ઉપરાંત સભ્યો ભાજપમાં જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...