તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કણજીયામાંથી હાઇવે પસાર થવાથી બે ભાગમાં ગામ વહેંચાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ જિલ્લામાંથી દિલ્હી મુંબઈ વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર એક્સપ્રેસ હાઇવે 61 કી.મી જેટલો પસાર થવાનો છે. હાઇવે મુખ્યત્વે ટ્રાઇબલ વિસ્તારમાંથી બનનાર છે ત્યારે આદિવાસી વિસ્તાર ની જમીન નું સંપાદન નું કામ શરુ કરી દેવામાં આવ્યું છે ત્યારે આદિવાસીઓ ની બધીજ જમીન સંપાદિત થઇ જવાની નોબત આવી છે.

હાલ આ મામલે ઠેર ઠેર વિરોધ પણ ઉઠી રહ્યો છે ત્યારે પંચમહાલના ગોધરા તાલુકા નું એક ગામ કણજીયા ગામાંથી હાઇવે પસાર થશે ત્યારે ગામના બે ભાગ પડી જવાથી નામશેષ થઇ જવાની સ્થિતિ ઉભી થઇ છે.

ગોધરા તાલુકા નું કણજીયા ગામ જેની વસ્તી આશરે 2000 જેટલી છે અને અહીં બારીઆ જ્ઞાતિ અને આદિવાસી જાતિ ના લોકો ની મુખ્ય વસ્તી છે અને આ ગામની ખેતીની જમીન પણ નાના નાના ટુકડાઓ માં વહેંચાયેલ છે કણજીયા ગામની વચ્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે બનવાથી આંખે આખું ગામ બે ભાગમાં વહેંચાઈ ને નામશેષ થઇ જાય એવી સ્થિતિ આવી ને ઉભી છે ત્યારે જે જમીન અને ઘર માં પેઢીઓ વિતાવી હોય એ જગ્યા છોડી દેવાનો વારો આવતા ગામજનો આઘાતમાં આવી ગયા છે. અને સરકાર સામે બાંયો ચઢાવી ને પોતાની જમીન ના આપવા માટે ગમે તે તબબકે લડાઈ લડવા તૈયાર થઇ રહ્યા છે.

ગોધરાના કણેજીયા ગામામાંથી હાલવે પસાર થવાનો હોવાથી ગામજનો ચિંતામાં મુકાયા

નવી શાળા બનશે કે નહીં
કણજીયા ગામની શાળામાં ગામના તથા આસપાસના 370 જેટલા બાળકો ભણી રહયા છે. ત્યારે આ શાળા પણ હાઇવેના નિમાર્ણમાં તેનું અસ્તિત્વ ગુમાવવાની શક્યતાઓ ગામજનો જણાવી રહ્યા છે. . શાળાના નામશેષની જાણથી શાળાના શિક્ષકો તથા વાલીઓ ચિતાં માં મુકાય ગયા છે. ગામના બે ભાગ બંને બાજુના બાળકો શાળામાં કેવી રીતે જશે અને શાળા જતી રહેશે તો નવી શાળા બનશે કે નહિ તેની ચિંતા વાલીઓને સતાવી રહી છે.

રસ્તાથી ગામનું ઘણુ નુકસાન થવાનું છે
આમારા ગામમાંથી એક કી.મી જેટલો હાઇવે પસાર થવાનો છે. જેનાથી કુવા, હેન્ડપંપ સહિત 50 જેટલા ઘરો જતા રહેવાના છે. આ રસ્તાથી ગામનું ઘણું નુકસાન થવાનું છે. અને કેવી રીતે વળતર આપવા છે. તેની કોઇ માહિતી અમને આપવામાં આવી નથી. વિજય નાયક, સરપંચ કણજીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો