તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરામાં 18 વર્ષ બાદ 30 સીટ ધરાવતી બસ સેવા ચાલુ કરાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા શહેરમાં ૩જી માર્ચના રોજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી)ના ધોરણે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા ચાલુ કરવામાં આવશે.

હાલમાં નક્કી કરેલા પાંચ રૂટ ઉપર નગર પાલિકા સીટી બસ સેવા સરકારી ધારાધોરણ મુજબ 7થી 10રૂપિયાના ઓછા માં ઓછા ભાડાથી ફરશે.જેમાં 4કીમીએ રૂ.7 ભાડુ નક્કી કરવામાં આવેલ છે. ત્યારબાદ મુસાફરી નું ભાડું મુસાફરોને 4કીમીથી ઉપર જતા સ્ટેજ વાઇઝ નક્કી કરવામાં આવે ભાડુ મુસાફરો પાસેથી લેવામાં આવશે. ૩જી માર્ચ રવિવારના ના રોજ શહેરમા ધારાસભ્ય અને સંસદ સભ્ય તેમજ વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે.શહેરી બસ સેવા ની નિભાવ જાળવણી નગરપાલિકા મિકેનિક વિભાગ કરશે.જેમાં મેન્ટેન બાદ કરતા જે નફો થશે તેનો પચાસ ટકા નફો પાલીકા પાસે જશે.જો આવકમાં કીલોમીટર બાદ કરતા ખોટ જાય તો પાલીકા અને સરકારના પચાસ ટકાના હિસ્સામાં ભોગવશે. શહેરમાં પાલીકા દ્વારા નક્કી કરેલા રૂટ ઉપર ચલાવાશે .

પ્રાયોગિક ધોરણે એક મહિનો નક્કી કરેલા પાંચ રૂટ ઉપર ચલાવવામાં આવશે જો સફળતા મળશે તો બીજી બે બસ રૂટ ચાલુ કરાશે. નક્કી કરેલ રૂટ ઉપર બસ સેવા સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી આણંદ મેમુ ટ્રેન છેલ્લે આવે ત્યાં સુધી ચાલુ રહેશે.આ સીટી બસ ની સેવા અગાઉ એસટી વિભાગ દ્વારા સીટી બસ ફરતી હતી. જે બંધ થઇ જતાં આશરે 18 વર્ષ બાદ ફરીથી નગર પાલીકા દ્વારા શહેરમાં સીટી બસ ચાલુ કરવાની ગોધરાવાસીઓમાં આનંદ ફેલાય ગયો હતો.

ગોધરા નગર પાલીકા દ્વારા સીટી બસ સેવા શરૂ

રીક્ષાઓના ભાડા કરતા ઓછા ઓછા ભાડામાં મુસાફરી
રીક્ષાઓના મુસાફરીના દરથી ઓછા ભાડેથી મુસાફર જનતાને એક છેડેથી બીજા છેડે તેમજ શહેરના પ્રખ્યાત મંદીર સુધી અવર જવર કરી શકશે.પાલીકા સીટી બસ સેવામાં મુસાફરોની 30 બેઠકવાળી બસ નિયત રૂટ પર દોડશે.

નક્કી કરેલ 5 બસ રૂટ
ગોધરા રેલ્વે સ્ટેશનથી લાલબાગ વાયા ભુરાવાવ થી ત્રિમંદિર, રે.સ્ટેશનથી લાલબાગ ખોડીયાર મંદિર પોપટપુરા, રે.સ્ટેશનથી કલેક્ટર કચેરી વાયા ગોંન્દ્રા ગણેશ મંદિર, રે.સ્ટેશનથી વાયા લાલબાગ ગદુકપુરથી બાયપાસ ચોકડી, રે.સ્ટેશનથી વાયા લાલબાગ મુનલાઇટથી પરવડી ચોકડી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો