તેજગઢ નજીક આદિવાસી ખેડૂતે સ્વખર્ચે બનાવેલા કૂવાના રક્ષણ માટે સંબંધીઓની મદદથી ફર્મો ભરવાનું શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ નજીક હાઇવેથી નજીકમાં ચીમનભાઇ શનાભાઇ નાયક પોતાની અને ભાગમાં જે જમીનમાં ખેતી કરે છે ત્યાં હાલમાં બાજરીનું વાવેતર કરેલું છે. સિંચાઇ માટેની કોઇ ખાસ સગવડ તેમના ખેતરમાં નથી.એટલે ખેતી બચાવવા માટે ખેતરમાં જ કૂવો ખોદાવ્યો છે.આ કૂવામાંથી પાણી મળતા ખેડુતને પણ આનંદ થયો છે.જેના થકી પોતાના ખેતીના પાકોને એ બચાવી શકશે.

આ ખેડુત ચીમનભાઇ શનાભાઇ નાયકે જણાવ્યું હતું કે,”કૂવો તેમણે પોતાના ખર્ચે જ બનાવ્યો છે.ચોમાસામાં આ કૂવામાં માટી ઢસડી પદે નહી એટલા માટે કૂવામાં હાલમાં તે ફર્મો ભરી રહ્યા છે.આ કામમાં તેઓ ઉપરાંત તેમના સંબંધીઓ પણ મદદ કરી રહ્યા છે.આશરે એકાદ લાખ રૂપિયાનો ખર્ચ આ કામ પુરુ થતા સુધીમાં થવાનો છે.” સરકાર દ્વારા ખેડુતોને સહાયરૂપ બનવા માટેની અનેક યોજના અમલમાં મુકેલી છે.આવી રીતે આદિવાસી ખેડુતો પોતાના ખેતરમાં કૂવા ખોદાવી શકે એવી યોજના પણ અમલ મુકાય તો અનેક ખેડુતોને ફાયદો થાય એમ છે.

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ નજીક ખેડૂતો પોતાની ખેતી બચાવવા માટે ખેતરમાં જ કૂવો ખોદાવ્યો તથા કૂવામાં પાણી મળતા ખેડૂત આનંમદમય થયો હતો. તસવીર-સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...