તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાના સુપ્રસિધ્ધ મહાકાળી માતાજીના મંદિરે ચૈત્ર માસને અનુલક્ષીને 1001 દિવાડાની નૃત્ય આરતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના સુપ્રસિધ્ધ મહાકાળી માતાજીના મંદિરે ચૈત્ર માસને અનુલક્ષીને 1001 દિવાડાની નૃત્ય આરતી ઉતારવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં માઇ ભક્તોએ લાભ લીધો હતો અને માતાજીના ગર્ભગૃહને ફુલોથી શણગારવામાં આવ્યો હતો.

લુણાવાડામાં ઠંડા ફિલ્ટર પાણીની પરબ શરૂ
લુણાવાડા ના પરમેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઠંડા ફિલ્ટર પાણીની પરબ શરૂ કરી છે, મુખ્ય મૉગ દરકોલી દરવાજા પાસે જેમા રોજનુ 200 લીટર પાણી મુકવામા આવે છે

ચૈત્રી નવરાત્રીને અનુલક્ષીને બ્લડ ડોનેશન કેમ્પ
ગોધરા. ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે માં કાલિકાનાં સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રિનાં અનુસંધાને માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવીને બ્લ્ડ ડોનેશન કરી માનવ સેવાનું પુણ્ય પ્રાપ્ત કરતાં માઈભક્તો સાથે સંસ્થાનાં ચેરમેન ડો.કે.વી.પંચાલ, પુર્વ ઉપપ્રમુખ શ્ કિશોરીલાલ ભાયાણી,ટ્રેઝરર નવનીત તનેજા, ઘોઘંબા પી.એચ.સી સેન્ટરના ડો.ખુશબુ દેસાઈ તથા અન્ય સ્ટાફ નજરે પડે છે.

ટેક એક્સ્પોમાં ભરૂચના વિદ્યાર્થીઓ ઝળક્યાં
રાજપીપળાની છોટુભાઇ પુરાણી કોલેજમાં વિદાય- સન્માન સમારંભ
રાજપીપલાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં રાજ્ય અને આંતર રાજ્યકક્ષાએ ભાગ લઇ ને વિજેતા બન્યાં છે. વિજેતા વિદ્યાર્થીઓ તથા તેજસ્વી તારલાઓ નો સન્માન સમારંભ અને આચાર્ય ડો.સી.બી. કગથરા અને પમ્પમેન દિલીપ પટેલનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. જેમાં પ્રમુખ સ્થાને પ્રચારક મંડળના આધ્યક્ષ ડો.ચૈતન્ય પટેલ, બિરસા મુંડા યુનિર્વસિટીના કુલસચિવ વિજયસિંહ વાળા, મહામંત્રી કરણસિંહ ગોહિલ, પાલિકા પ્રમુખ જિગીષા ભટ્ટ, જતીન વસાવા, મનજી ચૌધરી,સિનિયર અધ્યાક ડો. કૌશિકસિંહ ગોહિલ, ડો.હસમુખ પટેલ, સહીત હાજર રહયો હતો.

પારુલ યુનિવર્સીટીમાં 9 એપ્રિલના રોજ ટેક એક્સ્પોનું આયોજન કરાયું હતું.જેમાં ભરૂચ અને વડોદરા વિદ્યાર્થીઓએ પ્રદુષણ રહિત અને ઓછા ઈંધણ સાથે કામ કરતી હાઈબ્રીડ કેફે રેસર બાઈક બનાવી હતી. વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ વાહનોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ હાઇબ્રીડ કેફે-રેસર બનાવ્યો હતો. જે હાઈબ્રિડ સિસ્ટમ પેટ્રોલ તેમજ ઇલેક્ટ્રિક પર બે સ્રોતો પર ચાલે છે.કેફે રેસર બાઈક ભવિષ્યમાં બળતણ વપરાશમાં સુધારા,પ્રદૂષણ ઘટાડવા અને પરંપરાગત બાઇકોની તુલનામાં આકર્ષક ડિઝાઇન માટે વધુ માંગણીશીલ બની રહશે. કેફે રેસરનો પ્રોજેક્ટ બનાવનાર વિદ્યાર્થીઓમાં વિકાસ તિહાલ, ધનંજય પંડયા, જોયલ વી જોસ, શશાંક સિંહ તથા ફુરકાન શેખે પૂરો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...