સાણંદમાં વિધવા સહાય અપાવવા અનોખી ઝુંબેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ તાલુકાના કાણેટી ગામે વિધવા અને નિરાધાર મહિલાઓ જેઓ સરકારની વિધવા સહાય મેળવવાને પાત્ર હોવા છતાં અજ્ઞાન કે પુરાવાઓ ભેગા કરી શકવાના અભાવે વિધવા સહાયથી વંચિત રહે ગયેલ વિધવા બહેનોને આ સહાય અપાવવા આજ ગામના ક્ષત્રીય મહિલા અગ્રણી નયનાબા જીતેન્દ્રસિંહ વાઘેલા એ અનોખી ઝુંબેશ હાથ ધરી છે અને જેના પરિણામ સ્વરૂપે નાના એવા ગામમાંથી વિધવા સહાય માટે એકજ દિવસે 70 જેટલા ફોર્મ ભરાયા હતા.

સરકારના નવા પરિપત્ર મુજબ ગ્રામ્ય વિસ્તાર માટે 120000 ની આવક અને 21 વર્ષનો પુત્ર હોય તો પણ આવી વિધવાબેનોને વિધવા સહાય મળવાપત્ર બને છે કાણેટી ગામે આ વિધવા સહાય યોજનાનો લાભ માત્ર 7 જેટલી બહેનો લેતી હતી આ યોજના માટે પાત્રતા ધરાવતી કાણેટી ગામમાં 80 જેટલી મહિલાઓ છે સાણંદ એપીએમસીના પૂર્વ ચેરમેન જીતેન્દ્રસિંહ વાઘેલાના પત્ની નયનાબા વાઘેલાએ આ અંગે ઝુંબેશ હાથ ધરી છે.અને જે વિધવાબેનો પાસે દસ્તાવેજી પુરાવા ન હોય તેઓના પુરાવા તલાટી સાથે સંપર્ક કરીને જરૂરી દાખલા મેળવી સોગંધનામાં કરવામાં તેમજ નોટરી કરાવવામાં પણ મદદ કરી માત્ર બે દિવસમાં 70 જેટલા ફોર્મ ભરવી સરાહનીય કામગીરી કરી હતી.દરેક ગામની જાગૃત મહિલાઓ જો આ રીતે વિધવા બહેનોની વહારે આવે તો મદદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...