તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરામાં ઘવાયેલા પક્ષીઓને માટે બે દિવસનો કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરી થી ઘાયલ પક્ષીઓ ની સારવાર માટે પાદરા S T ડેપો પાસે પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારા પક્ષી બચાવ અભિયાન અંતર્ગત પક્ષીઓની સારવાર માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો, છે બે દિવસમાં અનેક પક્ષીઓને સારવાર આપવામાં આવી અને બચાવવામાં આવ્યા હતા.

પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થા (SJAP ) સસ્થા ના કાર્યકરો દ્વારા દર વર્ષે પાદરા માં નવા ST ડેપો પાસે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરી થી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. રવિવારથી આ કેમ્પની શરૂઆત કરાઇ છે. આ સંસ્થાના પ્રવીણ મહારાજ અને રોકી આર્ય અને તેઓના 35થી વધુ કાર્યકરો દ્વારા પક્ષીઓની સારવાર માટે કાર્યરત રહેશે.રવીવાર અને સોમવાર સુધીમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ ને કેમ્પમાં સારવાર આપી હતી. જેમાં ખાસ કરી હાલમાં લુણા ગામમાં આવેલા વિદેશી પક્ષી આવેલા છે.જે ઘાયલ થયા હતા. જેને પીળી ચાંચનો ઢાક જે પેન્ટેડસ્ટોર તરીકે પ્ણ ઓળખાય છે જે 6 જેટલા પક્ષીઓને ઘવાયેલા હતા તેઓને પણ સારવાર આપવામાં આવી હતી. સાથે બે દિવસ દરમિયાન 11 જેટલા કબૂતર અને બીજા અન્ય પક્ષીઓ ને સારવાર આપવામાં આવી હતી. ગંભીર પક્ષીઓઓેને વધુ સારવાર અર્થે પશુ દવાખાનામાં પણ ખસેડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો