તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષી માટે સારવાર કેન્દ્ર શરૂ કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વિરમગામ સહિત પંથકમાં ઉત્તરાયણ પર્વમાં દોરીથી ઘાયલ થતા પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર અને હેલ્પલાઇન જીવદયા પ્રેમીઓ દ્વારા શરૂ કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવદયા પ્રેમીઓ દ્વારા વિરમગામમાં ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર અને હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તા.14 અને 15મી જાન્યુઆરી બે દિવસ ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

ઉત્તરાયણ પર્વમાં અનેક પક્ષીઓ પતંગની દોરીમાં ફસાઇને ઘાયલ થાય છે. ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર ન મળે તો મૃત્યુ પણ થાય છે. વિરમગામ, માંડલ અને દેત્રોજ, રામપુરા સહિત પંથકમાં પતંગ દોરીથી પક્ષીઓ ઘાયલ થાય છે. ત્યારે વિરમગામ ગૌરક્ષા દળ અને શાંતિનાથ જૈન મિત્ર મંડળ દ્વારા પક્ષી બચાવ અભિયાન ચલાવવામાં આવે છે.

તારીખ 14 અને 15 જાન્યુઆરી દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે હેલ્પલાઈન સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. શાંતિનાથ દેરાસર પાસે અને ખોડીયાર મંદિરમાં સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. પ્રવીણભાઇ શાહ 9106204771, વિપુલભાઈ ગાંધી 9427520980, પીયુષભાઈ ગજ્જર 7383652783, હાર્દિકભાઈ ગાંધી 9510304361, નગીનભાઈ દલવાડી 9924433261, દશરથભાઇ ઠાકોર 9737966141 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો