તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોરસદમાં બજાર વચ્ચેથી પસાર થતા ટેમ્પોમાં અચાનક આગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ શહેરના ભરચક એવા સરદાર ચોક વિસ્તારમાંથી પસાર થતા મીની ટેમ્પોમાં શુક્રવારે બપોરે અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. ભરબજાર વચ્ચે આગની ઘટનાને લઈ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, બનાવની જાણ થતાં જ બોરસદ ફાયરબ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયરબ્રિગેડની સમયસૂચકતાને કારણે જોકે, જાનહાનિ ટળી હતી. પરંતુ ઘટનાને પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને ટ્રાફિક પોલીસે હળવો કર્યો હતો. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...