તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોરમાર પાસે 3 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલીનાં ડભોઈ રોડ પર ડોરમાર વસાહત પાસે આઈશર ટેમ્પોનાં ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેથી પાછળ પુરપાટ આવતા બે રેતી ભરેલા ડમ્પર વારાફરતી એકબીજા સાથે અથડાયા હતાં. જેથી બન્ને ડમ્પર ચાલકોને ઈજાઓ પહોંચતા બોડેલી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતાં.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર બોડેલીનાં ડભોઈ માર્ગ પર 14 કિમીનાં અંતરે આવેલા ડોરમાર વસાહત પાસેથી એક ટ્રક ધીમી પડતા તેની પાછળ આવતા એક આઇસર ટેમ્પો ચાલકે બ્રેક મારી હતી. જેથી તેની લગોલગ પાછળ આવી રહેલા રેતી ભરેલા ડમ્પરનાં ચાલકે આઈસર પાછળ અથાડી દીધું હતું. તે વખતે ડમ્પરની પાછળ આવી રહેલા બીજા ડમ્પરનાં ચાલકે પણ આગળનાં ડમ્પરની પાછળ જોરથી અકસ્માત સર્જ્યો હતો. એક સાથે ત્રણ વાહનો અથડાયા હતા.

જેમાં આઇસરનો ચાલક ત્યાંથી ટેમ્પો લઈને જતો રહ્યો હતો. જો કે બન્ને ડમ્પરને આગળ મોટું નુકસાન થવા સાથે બન્નેનાં ચાલકોને ઈજાઓ થતા 108 વેનમાં બોડેલી ખાનગી દવાખાને સારવાર માટે ખસેડયા હતાં. આ માર્ગ પર સ્પીડ બ્રેકરને લીધે અવારનવાર અકસ્માત સર્જાય છે ત્યારે બિનઉપયોગી સ્પીડ બ્રેકર કાઢી નાખવાની માંગ ઉઠી છે.

ટ્રક ધીમી પડતા ટેમ્પોના ચાલકે બ્રેક મારી,પાછળથી બે ડમ્પરો ઘૂસી ગયા
પાદરા ડભોઈ
ડોરમાર પાસે 3 વાહનો વચ્ચે અકસ્માત થતા ડમ્પરને નુક્સાન.તસવીર વલ્લભ શાહ

બોડેલી કરજણ
અન્ય સમાચારો પણ છે...