તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલી ખાતે આરોગ્યના કર્મચારીએ દ્વારા કથા કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોડેલીમાં આરોગ્ય કર્મચારીઓએ સત્ય નારાયણ ભગવાનની કથાનું આયોજન હડતાલના 12 દિવસે કર્યું હતું. જેમાં 112 જેટલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કથાની પૂજા બ્રાહ્મણ સમાજના બે કર્મીઓએ કરાવી હતી. બોડેલી તાલુકાના 7 કેડરના 112 કર્મચારીઓએ કથામાં હાજરી પુરાવી હતી.

ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના નેજા હેઠળ છેલ્લા 12 દિવસથી ચાલતી હડતાલમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ રોજ અવનવા કાર્યક્રમો આપીને વિરોધ કરી રહ્યાં છે.

જેમ એસટી કર્મીઓએ કપડા કાઢીને વિરોધ કર્યો હતો. તેમ આરોગ્ય કર્મીઓએ બોડેલી રેફરલ હોસ્પિટલ બહાર સત્ય નારાયણ ભગવાનની કથા કરીને સરકારને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી. 13 પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે ચાલતી હડતાલથી અગાઉ મમતા દિવસે રસીકરણ થઈ શક્યું ન હતું. જ્યારે હવે મા અમૃતમ યોજનાનું કામ લાભાર્થીઓનું અટકી જતાં પૈસા ખર્ચીને ખાનગી દવાખાનામાં જવાનો વખત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો