તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળાની મીઠાપુર શાળામાં શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા ભાસ્કર | બાવળાસરકાર ધ્વારા રાજયમાં 23 થી 27 તારીખ સુધી શાળા સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત બાવળા નગરપાલીકાની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બાવળા તાલુકાની મીઠાપુર પ્રાથમિક શાળામાં ડેમોટ્રેશન, મોકડ્રીલ.પ્રાથમિક સારવાર,ઇત્યાદી આપત્તિ વ્યવસ્થાપને લગતાં કાર્યક્રમો ટીમ દ્વારા કરવામાં આવ્યા હતાં.કોઈ પણ સમયે આગ લાગે,પૂર જેવી પરીસ્થિતિમાં કેવા પગલા ભરવા જોઇએ અને શું શું ધ્યાનમાં રાખવું જોઇએ તેની સમજણ પાલીકાનાં ફાયરબ્રિગેડનાં શૈલેષભાઇ ભરવાડે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...