તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓટો રિક્ષાનો બચાવ કરવા જતાં રેતી ભરેલી ટ્રક પલટી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇની શિનોર ચોકડી પાસે રેતી ભરેલી ટ્રક પલટી ગઇ.સઇદ મન્સુરી

સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહીં
ભાસ્કર ન્યઝ| ડભોઇ

ડભોઇની શિનોર ચોકડી પાસે વાહનોની અવર જવર અને ટ્રાફિકની ભરમાર રહેતી હોય આજરોજ રવિવારે રેતી ભરેલ હાઇવ ટ્રક રાજદોરી માર્ગ પરથી પૂરપાટ ઝડપે પસાર થતી હોય બીજીબાજુ ઓટોરીક્ષા પેસેન્જર ભરીને માર્ગક્રોસ કરતી હોવાથી ઓટો રિક્ષાનો બચાવ કરવા જતાં ઇમરજન્સી બ્રેક મારતા હાઇવ ટ્રક માર્ગ પરજ પલટી મારી ગઈ હતી. જો કે સદનસીબે ઓટોરીક્ષા સહીત રાહદારીઓ અને વાહન ચાલકોનો બચાવ થતાં મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી.

ડભોઇની શિનોર ચોકડી વિસ્તાર વાહનોની ભરમાર અને રાહદારીઓથી ભરચક ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર હોવા સાથે હાલ ઉતરાયણ પર્વ ને લઈ ગ્રામ્ય વિસ્તારના લોકોની ઘરાકી પણ ડભોઇ ના બજારો મા હોવાથી માર્ગો પર પણ ટ્રાફીક દેખાઇ રહ્યો છે.એવા સમય મા રેતી ભરેલ હાઇવા ટ્રક ની સામે પેસેંજર ભરેલ ઓટોરીક્ષા માર્ગ ક્રોસ કરતા આવી ગઈ હતી.ઓટોરીક્ષા ને બચાવ કરવા જતા હાઇવા ટ્રક ના ચાલકે ઇમરજંસી બ્રેક મારતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સ્થળ પરજ પલીટી મારી ગઈ હતી.જો કે સદનસીબે કોઇ જાણહાની ન થતા બનાવ ની કોઇ પોલીસ ફરીયાદ નોધાવા પામી ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો