તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાવળામાં અકસ્માત થતાં એક પરપ્રાંતિય યુવકનું મોત નિપજ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા તાલુકાનાં કેરાળા જી.આઈ.ડી.સી.માં ૨હેતાં યુવકો બાઈક લઈને બાવળા એ.ટી.એમ.માં રૂપીયા ઉપાડવા આવી રહ્યા હતાં ત્યારે રૂપાલ ચોકડી પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કર મારતાં એક યુવકને માથામાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું.બાવળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી નાશી છૂટેલા ડમ્પર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બાવળા નજીક આવેલી કેરાલા જી.આઈ.ડી.સી.માં આવેલી વિવાન સ્ટીલ કંપનીમાં રહેતાં પરપ્રાંતિય ત્રણ કર્મચારીઓ બાઇક લઇ બાવળા એ.ટી.એમ.માં નાણાં ઉપાડવા માટે આવી રહ્યા ત્યારે તે બાઇક લઇને બાવળા પાસે આવેલી રૂપાલ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે પાછળથી આવી રહેલા અજાણયા ડમ્પર ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવીને બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી ફરાર થઇ જવા પામ્યો હતો.જેથી બાઇક ઉપર સવાર રવિન્દ્ર અમરનાથ, ઈલહાબાદને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. કોઈએ 108 ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બાવળાની 108નાં ઇ.એમ.ટી. રવિ લાલકીયા,પાયલોટ કિશોરસિંહ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત રવિન્દ્રને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે બાવળા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ રહ્યા હતાં ત્યારે તેને વધુ સારવાર મળે તે પહેલા તેેનું મોત થવા પામ્યું હતું. અકસ્માતની જાણ પોલીસને થતાં જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ.ચૌધરી, કોન્સ્ટેબલ ભગીરથસિહ ઝાલા સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનું પી.એમ.સરકારી હોસ્પિટલમાં કરાવીને ડમ્પર ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...