તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોડેલી શેફાયર સ્કૂલમાં પાયજામા પાર્ટી યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોડેલી- બોડેલીની શેફાયર પબ્લિક સ્કૂલમાં પાયજામા પાર્ટીમા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સી. કે. જીના બાળકો એ “white winter wonder land” મા ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ રમતો રમીને અને કડકડતી ઠંડી વચ્ચે તાપણાની આસપાસ ડાન્સ કરવાની મજા બાળકોએ માણી હતી.સાથેસાથે કાર્ટુન ફિલ્મ જોવાની મજા બાળકોએ માણી હતી.

દાહોદમાં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી અને બાળપણ ક્રીડા રમોતોત્સવનું આયોજન
દાહોદ. તા.૧૧ જાન્યુઆરીને શનિવારના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદજીણી ૧૫૭મી જન્મ જયંતી “રાષ્ટ્રીય યુવા દિવસ” ઉજવણી નિમિતે કોલેજના વિદ્યાર્થી માટે બાળપણ ક્રીડા રમતોત્સવ તેમજ શ્રી રામેશ્વર સેવા સમિતિ, દાહોદ દ્વારા સ્વામી વિવેકાનંદજીના જીવનની ઝાંખી અને બુક વિતરણનું આયોજન કરેલ હતું. આ રમતોત્સવમાં લંગડી, લંગસી કુશતી, સટોડિયું, ઈંડા કુકળી, પૈડું, ભમરડો, લખોટીઓ, પતંગ બાજી જેવી વિવિધતા સભર રમતટુનું યોજવામાં આવી હતી.

ઝાલોદમાં તાલુકા સમરસતા યાત્રાનું નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ઝાલોદ. ઝાલોદ તાલુકા સમરસ યાત્રા સમિતિ દ્વારા આજરોજ ગુરુ ગોવિંદ સમરસતા યાત્રાનો આરંભ વહેલી સવારે કંબોઈ ધામ ખાતેથી શરૂ કરીને તાલુકાના વિવિધ ગામોમાં ફરતી ફરતી સાંજે 6-00 કલાકે ઝાલોદ નગરમાં પ્રવેશ કરતા નગરજનો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભરત ટાવર પાસે સમાપન સભા સાથે યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. સાંપ્રત સમયમાં જાતિ-પંથ-સંપ્રદાયના નામે વિવાદો વકરી રહ્યા છે ત્યારે સમરસતાનો સંદેશ આપતી યાત્રાને ઉમળકાભેર વધાવીને ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

વેજલપુર ઘોઘંબા વન વિભાગ દ્વારા પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ માટે રેલી
વેજલપુર ઘોઘંબા વન વિભાગ દ્વારાઉત્તરાયણના પર્વને અનુલક્ષીને પક્ષી બચાવો કરુણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ ફોરેસ્ટ વિભાગ કચેરી વેજલપુર ખાતે ના આર.એફ.ઓ બી.એમ.ડાભી રેલીને પ્રસ્થાન આપતા ઘોઘંબા શાળાના વિદ્યાર્થીઓ સાથેની રેલી નગર વિસ્તારમાં નીકળી હતી.વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવો પર્યાવરણ બચાવો તેવા અનેક સૂત્રોચ્ચાર રેલી દરમિયાન કરવામાં આવ્યા હતા. -

બાલાસિનોરમાં જેસીઆઈ દ્વારા ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું
બાલાસિનોર માં જેસીઆઈ દ્વારા ભવ્ય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ જેમાં મુખ્ય મહેમાન રાજેશભાઇ પાઠક (નાગરિક પુરવઠા ચેરમેન શ્રી) સ્પોન્સર જાસ્મિનબેન પટેલ (સર્વોદય હોસ્પિટલ) બાલાસિનોર પ્રેસિડેન્ટ જે.સી.આઈ વિશાલ શાહ, સેક્રેટરી મીત શાહ પ્રોજેક્ટ ડાયરેક્ટર તેમજ સમગ્ર jci ટીમ બાલાસિનોર અને ૯૯૮ જેટલા દોડવીરો ભાગ લીધેલો સંપૂર્ણ આયોજન jci સભ્યો દ્વારા પ્રયાસોથી આટલો કાર્યક્રમ સફળ થયો ૧૫ વર્ષથી નાની વયના બાળકોમાં પ્રથમ ક્રમાંકે પ્રકાશ કુમાર પ્રવીણભાઈ અને વિધિબેન શાહ ૪૦ વર્ષથી નીચેના વય યુવાન એવા દિલીપભાઈ બારીયા તેમજ કિંજલ ભરવાડ તથા ૭૫ વર્ષથી નીચેના મહિલા માં પ્રથમ ક્રમાંકે નેહા બેન પટેલ અને પુરુષમાં રાકેશભાઈ મહેરા આ સૌ વિજેતાઓ બન્યા હતા.

રેંટીયા ગામે NSS વિભાગના વાર્ષિક શિબિરનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો
દાહોદ. ગુર્જર ભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ દાહોદના એન.એસ.એસ. વિભાગ દ્વારા રેંટીયા ગામે વાર્ષિક શિબિર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સખી નવસ્ટોપ સેન્ટરમાંથી સંધ્યાબેન ડીંડોર, એમ.એસ.ડબલ્યુ કોલેજ નગરાળાના પ્રિન્સીપાલ રાજુભાઇ ભુરીયા, રેંટિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય બી.એલ.બામણીયા, રેંટીયા આશ્રમ શાળાના ગૃહપતિ સંજયભાઇ ડામોર તથા શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ પારૂલસિંહ પ્રા. પી.એસ.સંગોડ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા રવિવાર, 12 જાન્યુઆરી, 2020
દાહોદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો
દાહોદ. દાહોદ સ્થિત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોલમાં તા.9.1.’20 ના રોજ નવા વર્ષના વધામણા લેવા એક સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ અને દાહોદ કલેકટર વિજય ખરાડીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના કલ્યાણભાઈ રામચંદાની, ડો બી.કે.પટેલ, ડો.ઇકબાલ લેનવાલા, ગોપાલભાઈ શર્મા, કમલેશ લીંબાચીયા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. મોટી સંખ્યામાં શુભેચ્છકોની ઉપસ્થિતિમાં કલેકટર સહિતના અગ્રણીઓના પ્રેરક ઉદ્દબોધન બાદ સંસ્થાની સાથે સહુની નવા વર્ષમાં પ્રગતિ થતી રહે તેવી શુભેચ્છાઓની આપલે થઇ હતી.

MSW કોલેજ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે વિવિધ સ્પર્ધા યોજાઇ
દાહોદ. એમ.એસ.ડબલ્યુ કોલેજ નગરાળા તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ દ્વારા તા.11 જાન્યુઆરીના રોજ કોલેજમાં વકૃત્વ સ્પર્ધા , નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદના વિવિધ હોદ્દેદારો વિદ્યાર્થીઓને યુવા કાનૂની કાયદા વિષે સમજૂતી આપી તેમજ જિલ્લા બાલ સુરક્ષા એકમના અધિકારી દ્વારા પણ વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.

| 2
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો